રાજકોટ: ફરવા લાયક સ્થળો પર ખાણી-પીણીની ૫૭ દુકાનોમાં ચેકીંગ

અબતક, રાજકોટ

સાતમ-આઠમના તહેવારોમાં ફરવા લાયક સ્થળો પર માનવ મેદની ઉમટી પડતી હોય છે. વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ દ્વારા ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરવાની આવતી હોવાની શંકાને આધારે કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા અલગ-અલગ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૫૭ દુકાનોમાં ચેકીંગ દરમિયાન અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય શાખા દ્વારા આજીડેમ ગાર્ડન પાસે પેડક રોડ પર, રામનાથપરા રોડ, ભૂપેન્દ્રરોડ સહિતના વિસ્તારોમાં અલગ-અલગ ૫૭ દુકાનો અને રેકડીઓમાં ચેકીંગ હાથ ધરાયું છે.

જે અંતર્ગત ૧૩ કિલો પાણીપુરીનો વાસી મસાલો, ૪ કિલો ચટ્ટણી અને ૧૬ લિટર પાણીપુરીનો વાસી પાણી અને ૧૦ કિલો બરફનો નાશ કરવામાં આવ્યો હતો.