Abtak Media Google News

16 વર્ષની તરૂણી અને 30 વર્ષના ઢગ વચ્ચેના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: પ્રેમીની પ્રેમિકા કરતા ડબલ ઉમરના કારણે પરિવારે લગ્નની ના કહેતા જીવન ટૂંકાવ્યું

પ્રેમના વહેમમાં રહેલા ચુનારાવાડના પ્રેમી યુગલે બિલેશ્ર્વર પાસે ટ્રેન નીચે પડતું મુકતા બંનેના કટકે કટકા થઇ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજયા છે. 16 વર્ષની તરૂણ વયની પ્રેમિકા અને 30 વર્ષના પાડોશી પ્રેમીએ સજોડે જીવન ટૂંકાવતા બંનેના પરિવારમાં અરેરાટી સાથે શોક છવાયો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચુનારાવાડ શેરી નંબર 11-12ના ખૂણે રહેતા મનોજ બીજલભાઇ ગુજરીયા નામના 30 વર્ષના કોળી યુવાનને તેના પાડોશમાં રહેતી રાધિકા વિનોદભાઇ મકવાણા નામની 16 વર્ષની તરૂણી વચ્ચે એકાદ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયા બાદ મનોજની ઉમર તેની પ્રેમિકા રાધિકાની ઉમર કરતા ડબલ હોવાથી પરિવારજનો લગ્ન માટે તૈયાર થયા ન હતા.

પરિવારજનો એક થવા નહી દે તેવી દહેશત સાથે ગતરાતે બંને ઘરે કોઇને કહ્યા વિના જ ભાગી ગયા બાદ સવારે આઠેક વાગે બનેના મૃતદેહ બિલેશ્ર્વર પાસે ટ્રેન નીચે કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.બિલેશ્ર્વર રેલવે સ્ટેશન નજીક એક યુવક અને એક તરૂણીના ટ્રેન નીચે કપાયેલી હાલતમાં મૃતદેહ પડયાની પોલીસને જાણ થતા કુવાડવા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા બંનેના ખિસ્સામાંથી મળી આવેલા કાર્ડ અને મોબાઇલના આધારે મૃતદેહની ઓળખ મળી હતી.

મનોજ ગુજરીયા અને રાધિકા મકવાણાની ઓળખ થયા બાદ તેઓના પરિવારે બંને વચ્ચે એકાદ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સ્વીકાર્યુ હતુ પરંતુ લગ્ન માટે ના કહેતા સજોડે આપઘાત કર્યાનું જણાવતા બનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા હોસ્પિટલ ખસેડી છે.ચુનારાવાડના મનોજ ગુજરીયા અને રાધિકા મકવાણાના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પોતાના ઘરે લઇ જવામાં આવ્યા ત્યારે બંનેના પરિવાર દ્વારા કરાયેલા કરૂણ આક્રંદથી ગમગીની છવાઇ ગઇ છે. એકના પિતા ડ્રાઇવીંગ કરે છે. બીજાના પિતા છુટક મજુરી કામ કરે છે. રાધિકા મકવાણાની ઉમર પુક્ત હોત તો બંનેના લગ્ન શકય બની શકે તેમ હોવાનો પરિવારજનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.