રાજકોટ: વોર્ડ નં.9માં વિવિધ સોસાયટીઓમાં પેવિંગ બ્લોકના કામનું કરાયું ખાતમુહૂર્ત

ભાજપનું જયાં માનવી ત્યાં સુવિધાને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા તંત્ર પ્રતિબધ્ધ

રાજકોટના વોર્ડ નં. 9 માં આવેલ  ગુલમહોર રેસીડન્સી તથા આવકાર સોસાયટી મેઈન રોડ ખાતે રૂ. 9 લાખ ના ખર્ચે પેવીંગ બ્લોક કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના વરદ હસ્તે તેમજ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, શહેર ભાજપ મંત્રી રક્ષાબેન વાયડા,  કોર્પોરેટરો જીતુભાઈ કાટોળીયા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય, વોર્ડપ્રમુખ પ્રદિપ નિર્મળ, વોર્ડ મહામંત્રી વિરેન્દ્ર ભટૃ, હીરેન સાપરીયાની ઉપસ્થિતિમાં  ખાતમુર્હૃૂત કરવામાં આવેલ. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ નં.9 વિક્સતો વિસ્તાર હોય ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર જયા માનવી ત્યા સુવિધા ને ખરા અર્થમાં ચિરતાર્થ કરી વિવિધ આવાસોમા  પેવીંગ બ્લોક  કામ કરવાની જરૂરીયાત લાગતા આ વોર્ડના સક્રિય કોર્પોરેટરોએ કામનો શુભારંભ કરાવેલ

આ પ્રસંગે કુલદીપસિહ જાડેજા, પ્રવીણ સેગલીયા, અરૂણાબેન પરમાર, દેવ ગજેરા, પાર્થ મોરસણીયા, રાજેન્દ્રસિહ હુડા, મનસુખભાઈ જાગાણી, શેૈલેષભાઈ જેઠવા, કલ્પેશ ભટૃ, અશોકભાઈ ધુલેશીયા તેમજ ગુલમહોર રેસીડન્સી તથા આવકાર સોસાયટીના લોકો શામજીભાઈ કગથરા, વલ્લભભાઈ પાંચાણી, અશ્ર્વીનભાઈ કાસુંદ્રા, નયનભાઈ નાયકપરા, મનસુખભાઈ કકાસણીયા, જે.પી. સાહેબ, ભીખાલાલ, મુકુંદભાઈ, પ્રકાશભાઈ ડાંગર, જીત જાની, જૈમનભાઈ શીંગાળા, અશોકભાઈ આહીર, અરૂણભાઈ પટેલ, લાભશંકરભાઈ જોષી સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.