બલિદાન દિવસે: શહેર ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

બલિદાન દિવસે શહેર ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભક્ત ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો બલિદાન દિવસ છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષાતામાં અને  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,તેમજ કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, રાજુભાઈ ધ્રુવ,  ની ઉપસ્થિતિમાં શહેર ભાજપ ધ્વારા તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓની ઉપસ્થિતિમાં  આર્ટગેલેરી,  રેસકોર્ષ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડના પ્રમુખ-મહામંત્રી, કોર્પોરેટરો,  મોરચાના પ્રમુખ-મહામંત્રી, શિક્ષણ સમિતિ સદસ્યો તેમજ વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રહયા હતા.

આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી એક રાજનિતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા.ત્યારે તા.ર3 જૂન આપણા માટે પ્રેરણાદાયક  દિવસ છે. ભારતીય  જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી નો બલિદાનનો દિવસ છે. ત્યારબાદ શહેરના તમામ વોર્ડના દરેક બુથમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ  હતી. તેમજ આજે સાંજે પ:30 કલાકે અપેક્ષિત શ્રેણીના કાર્યર્ક્તાઓ માટે શહેરના હેમુ ગઢવી હોલ મીની થીયેટર ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ અંતર્ગત પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઈ ક્સાવાલા ધ્વારા વક્તવ્ય યોજાશે.