Abtak Media Google News
  • “લોકશાહીનો અવસર છે ત્યારે સૌ નાગરિકોએ તેમાં અચૂક મતદાન કરીને આ અવસરને ઉજવવો જોઈએ.”

Loksabha Election 2024 : રાજકોટ ૭ મે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના ત્રીજા તબક્કાના મતદાન કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લામાં મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોશીએ તેમના ધર્મપત્ની સહ ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં આઈ.પી. મિશન સ્કુલ ખાતે બૂથ નં. ૨૮૪ પરથી મતદાન કર્યું હતું.

Advertisement
Rajkot District Collector Voted As A Common Voter Standing In A Queue
Rajkot District Collector voted as a common voter standing in a queue

કલેક્ટર પ્રભવ જોશી અને તેમના ધર્મપત્ની એવા આસિસ્ટન્ટ જોઈન્ટ ઇન્કમટેક્સ કમિશનરશ્રી અનન્યા કુલશ્રેષ્ઠએ મતદાન કરવા અપીલ કરતાં કહ્યું હતું કે, “લોકશાહીનો અવસર છે ત્યારે સૌ નાગરિકોએ તેમાં અચૂક મતદાન કરીને આ અવસરને ઉજવવો જોઈએ.” આ તકે કલેક્ટરે પરિવાર સહ સામાન્ય મતદાતા સમાન હરોળમાં ઊભા રહીને તમામ નિયમોના પાલન સાથે મતાધિકારની નૈતિક ફરજ નિભાવી હતી. મતદાન બાદ કલેકટર શ્રી તથા તેમના ધર્મ પત્નીએ સેલ્ફી પોઇન્ટ પર ઈન્કડ ફિંગર દર્શાવી અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ.પી. મિશન શાળા ખાતે મતદાન મથક નંબર ૨૮૪માં ૫૮૧ પુરુષો અને ૫૩૨ સ્ત્રીઓ મળીને કુલ ૧૧૧૩ મતદાતાઓ નોંધાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.