Abtak Media Google News

ગુણવતાયુકત અવિરત વીજ પુરવઠો આપવા માટે સરકાર કટિબધ્ધ

રાજ્ય સરકાર નાગરિકોને આંતરમાળખાકીય સુવિધા  માટે કટિબદ્ધ છે ત્યારે સર્વેને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે સરકાર વીજ ક્ષેત્રે સતત નવા સબ સ્ટેશન, નવી વીજ લાઈનો, નવા ટ્રાન્સમીટર કાર્યરત કરી લોકોને પર્યાપ્ત પુરવઠો પ્રાપ્ત કરાવી રહી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં નવા 8 (આઠ) 66 કે.વી.સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું  તેમજ નવી 17 વીજ લાઈન નાખવામાં આવી છે.

Advertisement

નવનિર્મિત 66 કે.વી. સબ સ્ટેશન રાજકોટના જેતપુર તાલુકાના કાગવડ, રાજકોટના લોધિડા, ગોંડલ તાલુકાના વાડધરી, જસદણ તાલુકાના ખારચિયા જામ, લોધીકા તાલુકાના રાવકી, ગોંડલ તાલુકાના વછરા રોડ, મોટા શાખપર અને કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ખાતે બનાવવામાં આવ્યા છે, તો રામોદ એસ/સી લાઈન, લીલાખા ’એચ’  લાઈન, હોડાથલી લાઈન, લક્ષ્મીનગર ડી/સી લાઈન, મવડી ડી/સી લાઈન, કોલીથડ લાઈન,  મોટા દાડવા ’એચ’ ફ્રેમ લાઈન, સિદ્ધેશ્વર ડી.ઓ.જી લાઈન, ખાંભા પાથેર લાઇન, રઘુવીર સ્ટીલ એસ./સી. લાઇન, અનીડા(વછારા) લાઈન, વિરનગર લાઈન, વછારા રોડ એસ./એસ. લાઈન, વાજબી સેન્ટ્રલ લાઈન, સાજડીયાળી લાઈન, હડમતલા રાજપરા લાઈન, કે.એસ.એસ  એસ./સી લાઈન નવી નાખવામાં આવી છે.

ગોંડલ તાલુકામાં 3 નવા સબ સ્ટેશન અને 5 નવી વીજ લાઈનો, જસદણ તાલુકામાં 1 સબ સ્ટેશન અને 2 નવી વીજ લાઈનો, જેતપુર તાલુકામાં 1 સબ સ્ટેશન અને 1 વીજ લાઈન, કોટડા સાંગાણીમાં 1 સબ સ્ટેશન અને 3 વીજ લાઈન, લોધિકા તાલુકામાં 1 સબ સ્ટેશન અને 1 વીજ લાઈન અને  તાલુકામાં 1 સબ સ્ટેશન અને 5 નવી વીજ લાઈનો ઇન્સ્ટોલ  કરી સક્ષમ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે તેમ સુપ્રિટેન્ડિંગ એન્જીનિયર(ટી.આર) સર્કલ ઓફિસ, જેટકો-ગોંડલની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.