Abtak Media Google News

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે રસીકરણ સંદર્ભે બેઠક યોજાઈ: જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા અને ડીડીઓ અનિલ રાણાવસીયાની ઉપસ્થિતિ

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ જીલ્લા પંચાયત ખાતે રસીકરણ અભિયાન બાબતે રાજકોટ જીલ્લા પંચાયતના અધ્યક્ષ ભૂપતભાઈ બોદર તથા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના લોકોને રસીકરણ સરળતાથી મળી રહે તે માટે એક રાજકોટ જીલ્લા તથા મંડલના કોવીડ-19 રસીકરણ અભિયાનના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જની વરણી કરીને  રસીકરણને વેગ આપવા એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, કોવીડ-19 રસીકરણ અભિયાનના જીલ્લાના  સહ-ઇન્ચાર્જ ભાસ્કરભાઈ જસાણી તથા રાજકોટ જીલ્લાના તમામ મંડલના ઇન્ચાર્જ તથા સહ-ઇન્ચાર્જ, ડીડીઓ રાણાવસિયા, જીલ્લા આરોગ્ય અધિકારી શાહ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ તકે જીલ્લા પંચાયતના અધ્યક્ષ ભૂપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ઈઇંઈ, ઙઇંઈ સેન્ટરો ઉપર પુરતો સ્ટાફ રાખીને ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુમાં વધુ રસીકરણ મળી રહે તે માટે આયોજનો કરવામાં આવશે. જેમાં 45 થી 60 વર્ષ સુધીના સીનીયર લોકોને રસીકરણ માટે થઈ પ્રોત્સાહિત કરવામાં આવશે અને તે લોકોને રસીકરણ બાબતે કોઈજાતનો ડર ન રહે તે અંગે કાઉન્સલીંગ કરીને રસી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Dr 3

રસીકરણ બાબતે આરોગ્યતંત્રને જે કાઈ જરૂર પડે તે બાબતે રાજકોટ જીલ્લા પંચાયત પુરતો સહયોગ આપશે.આ તકે રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, રસીકરણ અભિયાન આખા ગુજરાતમાં શરુ થઇ રહ્યું છે ત્યારે રાજકોટ જીલ્લામાં પણ જેના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની નિમણુક કરીને તમામ કાર્યકર્તાઓને, સેન્ટરોના બુથ સેન્ટરો ઉપર હાજર રાખીને રસીકરણ વ્યવસ્થિત થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવશે.

એક થી બે દિવસમાં જ તમામ મંડલો ઉપર વધારાના કેમ્પો ખોલીને વધુમાં વધુ લોકો રસીકરણ થઈ શકે તે માટે કાર્યકર્તાઓને જોડવામાં આવશે તેમજ જે કાઈ વાહનોની જરૂર પડશે ત્યાં કાર્યકર્તાઓ વાહનો લઈને સીનીયર સીટીજનોને બુથ સુધી લઇ જશે અને રસી મુકવા પ્રોત્સાહિત કરશે.આ તકે ડીડીઓ રાણાવસીયાએ જણાવ્યું હતું કે,રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જે કાઈ કેમ્પો કરવામાં આવશે તેમાં રસી થી માંડી જરૂરી સ્ટાફ તથા વાહનો પૂરતા પ્રમાણમાં પૂરે પૂરો સાથ સહકાર આપવા ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.