Abtak Media Google News

મહાપાલિકાના મુરતિયા પસંદ કરવા માટે ૨૪થી ૨૬, નગરપાલિકા-જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત માટે ૨૭, ૨૮મીએ સેન્સ લેવાશે

રાજકોટ મહાપાલિકા માટે ચાર ટીમ: બાબુભાઈ બોખીરીયા, ભરતસિંહ ગોહિલ, બિજલબેન પટેલ,નરહરિભાઈ અમીન,માધાભાઇ બોરીચા  નીમુબેન બાંભણિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઇ ત્રિવેદી, આદ્યશક્તિબેન મજમુદાર, પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ અને જાગૃતિબેન પંડ્યા પ્રદેશ નિરીક્ષક તરીકે આવશે

ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. જેથી હવે ઉમેદવારો ઝભ્ભાની કરચલી ભાંગવાના છે. ગત ચૂંટણીમાં ઝભ્ભો પહેર્યા બાદ હવે પાંચ વર્ષ પછી હોદ્દો મેળવવા ઝભ્ભો ધારણ કરવાની હોડ લાગવાની છે.

ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને   સાંભળવા માટે આગામી સપ્તાહે પ્રદેશ ભાજપ દ્રારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો દ્રારા સેન્સ લેવામાં આવશે. રાજકોટ સહિત છ મહાપલીકાની ચુંટણી માટે ઉમેદવારો પસંદ કરવા આગામી ૨૪ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન સેન્સ લેવામાં આવશે.

મહાનગરપાલિકા,નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને પક્ષના નિરીક્ષકો તથા ચૂંટણીમાં ઉમેદવારોની પંસદગી પ્રક્રિયા અંગે માહિતી આપવા  યોજાયેલી  પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી મહેશ કસવાલા તથા મુખ્ય પ્રવકતા  યમલ વ્યાસે જણાવ્યું હતું કે સૂરત, જામનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે પ્રદેશ તરફથી ત્રણ સભ્યોની નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકાઓમાં વોર્ડમાં સંભવિત ઉમેદવારો માટે સાંભળવાની પ્રક્રિયા ૨૪, ૨૫, અને ૨૬ જાન્યુઆરી દરમિયાન હાથ ધરવામાં આવશે.

જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગર પાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે

ચૂંટણીના ભાગરુપે નીરિક્ષકોની ત્રણ સભ્યોની પેનલ બનાવવામાં આવી છે. જે તે જિલ્લા માટે નિયુકત કરાયેલા નિરીક્ષકો ૨૭ અને ૨૮ જાન્યુઆરી દરમિયાન કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે. બીજા તબક્કામાં નિરીક્ષકોમાં ૨૯, ૩૦ અને ૩૧ જાન્યુઆરી દરમિયાન પ્રદેશ તરફથી નિયુક્ત કરેલા નિરીક્ષકો અને જિલ્લા સંકલન સમિતિ સંયુક્ત રીતે કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે.

મહાનગરપાલિકામાં  અમદાવાદ માટે ૧૨ ટીમ, સૂરત માટે ૭ ટીમ, વડોદરા માટે ૫ ટીમ, રાજકોટ માટે ૪ ટીમ જ્યારે જામનગર અને ભાવનગર મહાનગર માટે ૩ ટીમ તથા ખેડા સહિત જિલ્લાઓ માટે ૩૨ ટીમ કાર્યકર્તાઓની રજૂઆત સાંભળશે.

રાજકોટ મહાનગર પાલિકાના ૧૮ વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી કરવા પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની ચાર ટીમો બનાવવામાં આવી છે.જેમાં પ્રથમ ટીમમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, ભરતસિંહ ગોહિલ બિજલબેન પટેલ,બીજી ટીમમાં સાંસદ નરહરિભાઈ અમીન, માધાભાઇ બોરીચા અને નિમુબેન બાંભણિયા ત્રીજી ટીમમાં મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઇ ત્રિવેદી અને આદ્યશક્તિબેન મજમુદાર જ્યારે ચોથી ટીમમાં પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ અને જાગૃતિબેન પંડ્યાની પ્રદેશ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.રાજકોટ જિલ્લા પંચાયત,જિલ્લામાં આવતી નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે ત્રણ નિરીક્ષકો નિયુક્ત કરાયાં છે. જેમાં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,પ્રકાશભાઇ સોની અને નીમાબેન આચાર્યની નિમણૂક કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે કચ્છ જિલ્લામાં દિલીપજી ઠાકોર, પ્રદીપસિંહ વાઘેલા અને ડો.તેજશ્રીબેન પટેલ,જામનગર જિલ્લા માટે જયેશભાઇ રાદડીયા ધનસુખભાઈ ભંડેરી અને વર્ષાબેન દોશી,દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે કિરીટસિંહ રાણા,પ્રદિપભાઇ ખીમાણી અને નિરૂબેન કાંબલીયા મોરબી જિલ્લા માટે સૌરભભાઈ પટેલ,ભાનુભાઈ મહેતા અને રૂપાબેન શીલુ,જૂનાગઢ જિલ્લા માટે ગોરધનભાઈ ઝડફિયા, રમેશભાઈ રૂપાપરા અને જીજ્ઞાબેન પંડ્યા, ગીર સોમનાથ જિલ્લા માટે જવાહરભાઈ ચાવડા મહેન્દ્રભાઈ પનોત અને ગીતાબેન માલમ,પોરબંદર જિલ્લા માટે ચીમનભાઈ સાપરિયા, ડો. ભરત બોઘરા અને ગીતાબેન બારડ, અમરેલી જિલ્લા માટે જીતુભાઈ વાઘાણી,ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વંદનાબેન મકવાણા, ભાવનગર જિલ્લા માટે કુંવરજીભાઈ બાવળીયા, આત્મારામભાઇ પરમાર અને વસુબેન ત્રિવેદી, બોટાદ જિલ્લા માટે આમોહભાઈ શાહ,કુશળસિંહ પઢેરીયા અને ગાયત્રીબા સરવૈયા જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા માટે આર.સી.ફળદુ,નીતિનભાઈ ભારદ્વાજ અને ભાનુબેન બાબરીયાની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.ત્રણ સભ્યોની નિરીક્ષકોની ટીમમાં એક મંત્રી,એક મહિલા અગ્રણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રને રાજકોટ સિવાયની અન્ય બે મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે.તેમાં જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે.જામનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સાંસદ રાજેશભાઇ ચુડાસમા,જયેશભાઈ વ્યાસ અને જસુમતીબેન કોરાટ, બીજી ટીમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,ગૌતમભાઈ ગેડિયા અને આરતીબેન જોશી જ્યારે ત્રીજી ટીમમાં બાબુભાઇ જેબલીયા સુરેશભાઈ ધાંધલીયા અને જ્યોતિબેન વાછાણીની નિરીક્ષક તરીકે નિમણૂક કરાઇ છે. ભાવનગર મહાનગરપાલિકા માટે જયંતીભાઈ કવાડિયા, હસમુખભાઈ હિંડોચા અને બીનાબેન આચાર્ય બીજી ટીમમાં મોહનભાઈ કુંડારીયા ભરતભાઇ કાનાબાર અને ડો.દર્શીતબેન શાહ જ્યારે બીજી ટીમમાં ઝવેરીભાઈ ઠાકર,ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને અમીબેન પરીખની પ્રદેશ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.અલગ અલગ મહાપાલિકા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જ્યારે જિલ્લાઓ માટે કુલ ૩૨ ટીમ કાર્યકર્તાઓને સાંભળી ઉમેદવારોની પસંદગી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.