Abtak Media Google News

ઇમિટેશનના વેપારી પાસે 1 લાખના 1.75 લાખ પડાવ્યા બાદ વધુ રકમ પડાવવા ધમકી આપી : વ્યાજખોર સામે નોંધાતો ગુનો

રાજકોટમાં ઇમિટેશનના વેપારીને 10 ટકે 1 લાખ વ્યાજે આપી બે વર્ષ સુધી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા અને સોની બજારમાં બજારમાં દુકાન ધરાવતા વ્યાજખોર સામે એ ડિવિઝન પોલીસે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો મોદી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આવ્યા જ કરે વેપારી પાસેથી 1 લાખના 1.75 લાખ પડાવ્યા બાદ વધુ રકમ પડાવવા ધમકી આપતો હતો.

મળતી વિગતો અનુસાર ગાયત્રી ધામ સોસાયટીમાં રહેતા અને ઈમીટેશનનો વેપાર કરતા પ્રવીણભાઈ જમનાદાસભાઈ પાટડીયા પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ એ 2019 માં વેપાર કરવા માટે સોની બજારમાં દુકાન ધરાવતા તેજસ વિનોદરાય આડેશરા પાસેથી રૂ.1 લાખ 10 ટકે વ્યાજે લીધા હતા બાદ તેમને કટકે કટકે તેમને પૈસા ચૂકવી દીધા હતા.બાદ આરોપી તેજસ રૂબરૂ તથા ફોનથી ’મારા રૂપિયાનુ વ્યાજ તમે આપો તમે રૂબરૂ કેમ આવતા નથી રૂબરૂ આવો કેસ સુલટાવો છે કે કેમ ? તો મેં જણાવતો હતો

ત્યારે ફરિયાદીએ જણાવ્યું હતું કે તમને રૂપિયા તો આપી દીધેલ છે તેમજ વ્યાજ પણ આપેલ છે અને મને મારા ચેક પરત આપી દો તેવુ જણાવતા તેજસે કહેલ કે તમે મારી દુકાને રૂબરૂમા આવા અને જણાવેલ કે મેં તમને બે લાખ રૂપિયા આપેલ છે તેવી વાતો કરવા લાગેલ અને આવી રીતે વધુ રૂપિયા માગી ઉધરાણી કરી કરતો હતો બાદમાં જાણવા મળ્યું હતું કે ફરિયાદીના ભાણેજ શૈલેષભાઇ ધીરજવાળ ફીચડીયાને પોતાને રૂપિયાની જરૂરીયાત હોય જેથી શૈલેષભાઇને તેજસભાઇએ સોની બજા 2 સવજીભાઇની શેરીમા રૂ.30,000 10 ટકા વ્યાજે વિજયભાઈ લુણસરની રૂબરૂમા આપેલ હતા અને શૈલેષભાઇ પાસેથી તેજસે આ બાબતે સીક્યુરીટી પેટે એક ચેક લીધેલ હતો અને શૈલેષભાઇએ રૂ.30,000 ની સામે કટકે કટકે રૂ.75 200 આપી દીધેલ હતા તેમ છતા શૈલેષભાઇ પાસેથી આરોપી તેજસ પૈસાની ઉઘરાણી કરતો હતો જેથી અંતે પ્રવિણભાઇ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની ફરિયાદ પરથી તેજશની ધરપકડની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.