Abtak Media Google News
  • રીક્ષામાં આવેલા પાચ શખ્સોએ ઢિકા પાટુનો માર મારી દીધી ધમકી
શહેરના નવાગામ પાસે આવેલા આણંદપર માં રહેતા યુવાન પર આઇસરનો વળાંક વાળવા બાબતે પાચ શખ્સોએ હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રીક્ષામાં આવેલા પાચ શખ્સોએ ગાળો આપી મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

નવાગામ આણંદપરમાં આવેલા નારાયણ નગરમાં રહેતા કીશનભાઇ ઉર્ફે કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇ મેરૂભાઇ ટમાલીયા (ઉ.વ.૧૯)એ પોતાની ફરિયાદમાં મંછા રેવાભાઇ વાંકીયા,નવઘણ ભીમા સાનિયા,વહાણ ભીમાભાઇ સાનિયા,દિનેશ વહાણભાઈ સાનિયા અને વિજય રેવા વાંકીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કિશનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું નવાગામ ખાતે માલધારી રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવુ છું.આજે તા.૨૬/૦૬ના સાંજના હું તથા મારા ડ્રાઇવર ભાવેશભાઇ તલસાણીયા અમે બન્ને મેંટાડોર લઇને નવાગામે આવેલા ઇન્ડીયન ઓવર્સીસ બેન્કની બાજુમાં સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટમાં ગાડી ખાલી કરી ત્યાંથી નીકળતા હતા તે વખતે ડ્રાઇવર ભાવેશભાઇ ગાડીનો વળાંક લેતા હતા.ત્યારે સામેથી એક રીક્ષા આવી અને અમારી ગાડીની સામે ઉભી રાખી તેમાંથી મછાભાઇ રીક્ષામાંથી ઉતરી મને અને ડ્રાઇવરને આવી રીતે ગાડી કેમ વળાંક વાળો છો? કહી બોલાચાલી કરી ગાળો આપી હતી.

બાદમાં મછાભાઇના સગા નવઘણભાઇ, વહાણભાઇ, દીનેશભાઇ,વિજયભાઇ એમ ચારેયએ માથે તથા શરીરે ઢીકા પાટુનો માર માર્યો હતો અને વહાણભાઇએ કડુ માથામાં મારતા ઇજા થઇ હતી. તેમજ ત્યાં લોકો એકઠા થઇ જતા તેઓએ ધમકી આપી હતી કે અત્યારે તુ બચી ગયો છો બાકી આજે તો તને પતાવી જ દેવો હતો.આ મામલે કુવાડવામાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.