Abtak Media Google News

ફાયર એનઓસી વેલીડીટી પણ 3 વર્ષની કરાઇ: ફાયર રેગ્યુલેશન એક્ટ અમલમાં ન આવે ત્યાં સુધી જૂના નિયમ મુજબ હાઇરાઇઝ બિલ્ડીંગોને એક સીડી મુકવાની રહેશે

રાજકોટના બિલ્ડરોની યોગ્ય માંગણીને માન્ય રાખતી રાજ્ય સરકાર

નવા ફાયર રેગ્યુલેશન એક્ટ-2021માં હાઇરાઇઝ બિલ્ડીંગોને ફાયર એનએસો મેળવવા માટે બે સીડીઓ મુકવી ફરજીયાત હતી. દરમિયાન આ અંગે રાજકોટના બિલ્ડરો દ્વારા સતત રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવી રહી હતી. જેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા માન્ય રાખવામાં આવી છે. નવો ફાયર રેગ્યુલેશન એક્ટ અમલમાં ન આવે ત્યાં સુધી 2016 અને 2018 મુજબ નિયમની અમલવારી કરવા આદેશ આપવામાં આવ્યો છે અને હાઇરાઇઝ બિલ્ડીંગોને ફાયર એનઓસી માટે બે સીડી મુક્તિ આપવામાં આવી છે. સાથોસાથ નવા ફાયર એનઓસીની વેલીડીટી 3 વર્ષ કરવામાં આવી છે અને રિન્યુઅલની મુદ્ત પણ બે વર્ષ કરવામાં આવી છે.

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ફાયર કમીટીના ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ જણાવ્યું છે કે સરકારના તા.22-01-2021ના નોટિફિકેશન પ્રમાણે નેશનલ બિલ્ડીંગ કોટ પાર્ટ-4 પ્રમાણે હાઈરાઈઝ બિલ્ડીંગોમાં બે સિડી ફરજીયાત હતી. જે બાબતે સ્થાનિક બિલ્ડરોની રજુઆત અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારમાં જે અંતર્ગત રજુઆત કરવામાં આવી હતી. જેના અનુંસધાને સરકાર દ્વારા જણાવેલ હાલ જ્યાં સુધી ફાયર રેગ્યુલેશન 2021 અમલમાં ન આવે ત્યાં સુધી ફાયર રેગ્યુલેશન 2016 અને 2018 મુજબની અમલવારી કરવા જણાવેલ, જેનાથી હાલ જેટલા પણ બિલ્ડીંગ પ્લાન ફાયર સર્વિસમાં ઈન્વર્ડ કરવામાં આવશે જે એક જ સીડીમાં મંજુર કરવામાં આવશે.આ ઉપરાંત ફાયર એન.ઓ.સી.નો સમયગાળો એક વર્ષનો હતો જે હવે ન્યુ ફાયર એન.ઓ.સી. હોય તો તેમની વેલીડીટી-03 વર્ષની અને રીન્યુઅલ હશે તેની 02 વર્ષની વેલીડીટીનો સમયગાળો કરવામાં આવેલ છે. જેનાથી લોકોને વારંવાર દર વર્ષના સમયગાળામાંથી મુક્તિ મળી છે.

આ નિર્ણય થવાથી ઘણા બાંધકામો વિલંબમાં પડેલ જે આગળ વધી શકશે, જેનાથી રોકાણકારો મોટો હાસકારો અનુભવશે. એ સિવાય એન.ઓ.સીનો સમયગાળો વધવાથી જ્યાં આ એન.ઓ.સી ની જરૂરિયાત દર વર્ષે હતી અપલોડ કરવી પડતી હતી. જેમાંથી પણ છુટકારો મળશે. તેમ અંતમાં પદાધિકારીશ્રીઓએ જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.