Abtak Media Google News

કોરોનાના કાળમાં ચીટરોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર ક્રિશ્ર્ના સ્ટીલના નામે વેપાર કરતા પટેલ યુવાનને અજાણ્યા શખ્સે ડો. કાલરીયાના નામે ફોન કરી હોસ્પિટલ બનાવવા લોખંડના સળીયા અને સ્ટીલના પતરાનો ઓર્ડર આપી 30 લાખનો માલ મંગાવી પૈસા નહી આપી ચીટીંગ કર્યાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ યુનિ.રોડ વિમલનગર શેરી નં.2માં રહેતા અને 150 ફૂટ રીંગરોડ તુલશીપાર્કમાં ક્રિશ્ર્ના સ્ટીલના નામે વેપાર કરતા મયુર જીવરાજભાઈ વસોયા ઉ.31એ યુનિ. પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તુષાર બાલુભાઈ લુહાર સહિતના શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ બે માસ પહેલા ફરિયાદી અને તેમના કાકા રમેશભાઈ વસોયાને ફોન કરી પોતાની ઓળખ ડો. કાલરીયા તરીકે આપી કોરોના કાળમાં ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ બનાવી રહ્યા હોય તેના માટે લોખંડના સળીયા હોવાનું જણાવી રૂ.15,00,767 કિંમતના 25 ટન લોખંડના સળીયા સાણંદ મંગાવ્યા હતા.

જયારે ડો. માંકડીયાને લોખંડના પતરા હોવાનું જણાવી બીજા દિવસે 15,18,279ની કિંમતના લોખંડના પતરા ભરાવી દીધા હતા. જે માલીયાસ પાસે પ્રકાશ નામના શખ્સે માલની ડીલેવરી લઈ લીધી હતી.ટી.એમ.ટી. સળીયા અને લોખંડના પતરાની ડીલેવરી થયા બાદ વાતચીત મુજબ ઓથો સર્જીકલના નામનું બીલ બનાવી આરોપીને વોટસઅપમાં મોકલી આપી પેમેન્ટ આરટીજીએસ કરવા કહ્યું હતુ પરંતુ આરોપીઓએ ટ્રસ્ટી મુંબઈ ગયા હોવાનું જણાવી તુષાર બાબુભાઈ લુહારના નામનો ચેક કુરીયરથી મોકલ્યો હતો. જે ખાતામાં નાખતા રીટર્ન થયો હતો.

ત્યારબાદ આરોપીઓનાં મોબાઈલ ફોન બંધ થ, ગયા હતા.બાદમાં ફરિયાદીએ તપાસ કરતા સાણંદ પાસે કોઈ હોસ્પિટલ બનતી નહી હોવાનું અને માલીયાસણ પાસે જે સ્થળે પતરાની ડીલેવરી લીધી હતી તે ગોડાઉન પણ ખોટા નામે ભાડે રાખ્યું હોવાનું જાણવા મળતા છેતરાયા હોવાની જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવની તપાસ યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઈ. એચ.એસ. ચાવડા પી.એસ.આઈ. અરવિંદસિંહ જાડેજા, બોઘાભાઈ ભરવાડ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.