Abtak Media Google News

મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે 14 ઉમેદવારોને કાયમીનો ઓર્ડર અપાયો

વિદ્યાર્થીઓને શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તુંરત જ રોજગારી મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના કાર્યરત છે. જે અન્વયે રાજકોટ શહેરી કક્ષાએ છેલ્લા ત્રણ માસમાં રોજગારી કે એપ્રેન્ટીસ તરીકે જોડાયેલા કુલ 180 ઉમેદવારોને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો. પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, નાયબ કમિશનર આશિષ કુમારના હસ્તે એનાયત પત્ર આપવામાં આવ્યા હતા.

રાજકોટ જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો હતો. જેમાં રોજગાર એનાયત પત્ર અને એપ્રેન્ટિસ કરારપત્ર વિતરણ કાર્યકમ અન્વયે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, નગરપાલિકા ગોંડલના પ્રમુખ  ભાવનાબેન રૈયાણી, પ્રાંત અધિકારી  બાટીના હસ્તે એપ્રેન્ટીસ તરીકે જોડાયેલા કુલ 180 ઉમેદવારોને એનાયત પત્ર આપવામાં આવ્યા હતા.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11 જેટલાં ઉમેદવારોને અને આર.ટી.ઓ. કચેરી દ્વારા 3 ઉમેદવારોને સ્થળ ઉપર કાયમી નિમણૂકના હૂકમો આપવામાં આવ્યા હતાં. કોટક સાયન્સ કોલેજ ખાતે વિવિધ કંપનીઓ દ્વારા યોજાયેલા કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પસંદ થયેલા 6 ઉમેદવારોને પણ આ પ્રસંગે એનાયતપત્ર આપવામાં આવ્યા હતા. શહેર અને જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન જીલ્લા વહિવટી તંત્ર- રાજકોટ, આઈ.ટી.આઈ.-રાજકોટ, આઈ.ટી.આઈ.-ગોંડલ અને મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.