Abtak Media Google News

ડેટયુટી મેયર પદે ડો. દર્શિતાબેન શાહની વરણી: શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઇ ઘવા અને પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિયુક્તિ

સ્ટેન્ડિંગ કમિટી સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત: 12 સભ્યોમાં કોંગ્રેસના એક પણ નહિ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં પ્રથમ નાગરિક બનવાનું બહુમાન નગર સેવક પ્રદીપ ડવને પ્રાપ્ત થયુ છે જયારે ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શીતાબેન શાહ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે તો શાસક પક્ષના નેતા તરીકે વીનુભાઇ ઘવા અને પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિમુકતી કરવામાં આવી છે. નવ નિમૂકત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવવા માટે આજે કોપોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જનસૈલાબ ઉમટ્યો હતો.

68 કોર્પોરેટરોની સંકલન બેઠક મળી હતી. જેમાં શફર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી સહિતના ભાજપના અગ્રણીઓ દ્વારા પ્રદેશમાંથી બંધ કવરમાં આવેલા મેયર સહિતના પાંચય પદાધિકારીઓના નામની વિધિવત ઘોખણા કરવામાં આવી હતી. જેને તમામ નગરસેવકોએ હર્સોલ્લાસ સાથે આવકારી હતી.

Dsc 3835

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉન રાજકોટના 21માં મેયર બનવાનું બહુમાન નગરસેવક પ્રદીવ ડવને પ્રાપ્ત થયું છે. જયારે ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શીતાબેન શાહ અને સ્પેન્ડીંગ કમિટીના ચેરમેન પદે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. તો શાસક પક્ષના નેતા તરીકે વીનુભાઇ ઘવા અને પક્ષના  દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની વરણી કરાય છે. વોર્ડ બેઠકમાં ભાજપે મેયર પદ માટે જે નામખુલ્યુ હતુ જેની સામે કોંગે્રસ પોતાના ઉમેદવાર ઉભા ન રાખવા રાજકોટના 21માં મેયર તરીકે પ્રદીપ ડવની બીન હરિફ નિમૂકતી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે અનામત જયારે બીજી અઢી વર્ષની ટર્મ મહિલા અનામત છે. સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોમાં સિનિયર નગર સેવકોને સ્થાન આપવામાં આવ્યું છે.

Dsc 3836

ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટી સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત બની છે. 12 પૈકી એક પણ સભ્ય કોંગ્રેસના લેવામાં આવ્યા નથી. સામાન્ય રીતે દર વખતે બે સભ્યો લેવામાં આવતા હોય છે પણ આ વખતે કોંગ્રેસના એક પણ સભ્ય લેવાયા નથી. કમિટીમાં પુસ્કરભાઈ પટેલ, મનીષભાઈ રાડીયા, બાબુભાઈ ઉધરેજા, ચેતનભાઈ સુરેજા, નીતિનભાઈ રામાંણી, અલ્પેશભાઈ મોરઝરીયા, જૈમીનભાઈ ઠાકર, નેહલ શુક્લ, નયનાબેન પેઢડિયા, દુર્ગાબા જાડેજા, ભારતીબેન પરસાણા, ભારતીબેન પાડલીયાને સમાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.