Abtak Media Google News

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન તથા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા કારીગરોને ઉદ્યોગ સાહસિક બનાવવા માટેની અનોખી પહેલ

નવરાત્રિના પાવન પર્વને ઉજવવા  માટેની તૈયારીઓ ચોમેર પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ભારતીય કારીગરોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ભારત તરફ પ્રેરિત કરી શકાય તેવા શુભાશયથી ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન તથા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે “હસ્તકલા સેતુ યોજના” અંતર્ગત નવરાત્રી વિશેષ પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન આજરોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર  કે.વી.મોરીના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનનું આયોજન તા. 25 સપ્ટેમ્બર,2022 સુધી વાત્સલ્ય ટ્રસ્ટ હોલ, ત્રિશુલ ચોક, સહકાર નગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ચણીયા ચોળી, કેડિયું, ગળાનો હાર, ઝૂમકા-બુટ્ટી, પાયલ, બંગડી, અન્ય કસ્ટમાઈઝ આભૂષણ સહિતની વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ પ્રદર્શન સવારે 09:00 કલાક થી સાંજે 09:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ તકે કારીગરોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકે તે માટે આ પ્રદર્શનનો લાભ લેવા કોટેજ એન્ડ રૂરલ ઈન્ક્યુબેટરના જિલ્લા અધિકારી નિરવ ભાલોડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.