Abtak Media Google News
  • મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ’મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત
  • 8 લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ વિનામૂલ્યે નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા 10 એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર

રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 18 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ’મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં 8,00,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે, નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 10 (દસ) એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 9000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન-સારવાર કરવામાં આવે છે.

બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિ:શૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. કુતરીઓનાં 590 જેટલા ઓપરેશન, 610 થી વધારે ગૌ માતાના હોર્ન કેન્સરના (શીંગડાનું કેન્સર) ઓપરેશન કરવામાં આવ્યા છે. આસ-પાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગૌશાળામાં 260 જેટલા પશુ રોગ નિદાન-સારવાર કેમ્પ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ભારતનો સર્વ પ્રથમ એવો પશુ- પક્ષીઓના અંધત્વ નિવારણ માટેનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, સતત કરવામાં આવે છે. ગૌશાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન, અવેડા તેમજ ચબુતરા બનાવવા- ટ્રેવીસ તેમજ અન્ય સાધન સામગ્રી ફીટ કરાવવી સહીતની પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ એવા શ્વાન તથા બિલાડીઓ માટેનાં દંત ચિકિત્સા કેમ્પ, ચર્મ ચિકિત્સા કેમ્પ, નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કતલખાને જતા ગૌવંશ, ગૌમાતા, મરઘા,પક્ષીઓ વિ. ને બચાવવામાં ટ્રસ્ટ આવી પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને મદદરૂપ થાય છે.

સમગ્ર ભારતમાં, 18 વર્ષમાં અંદાજે 20,00,000 ચકલીનાં માળા, પક્ષીના પાણી પીવાનાં કુંડાનુ નિ:શુલ્ક વિતરણ કરાયું છે. ગૌમાતાની પાણી પીવાની કુંડી સંસ્થા દ્રારા નિ:શુલ્ક આપવામાં આવે છે. સંસ્થા દ્વારા નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. જુની શ્રીજી ગૌશાળાગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે તેમજ શેણી મેમોરિયલ ટ્રસ્ટ, ન્યુ શ્રેયસ સ્કૂલ સામે, શેઠનગરની બાજુમાં, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડની પાછળ, નાગેશ્વર તીર્થ સામે, માધાપર ચોકડી પછી, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે સંસ્થાની નિ:શુલ્ક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ) માં અંદાજે 1200 જેટલા બીમાર, અશકત,ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત, મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્ટાફ કવાટસ બડ હાઉસ, ગૌરશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવીધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવીધાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રની ગૌશાળા-પાંજરાપોળોને આ નિ:શુલ્ક સુવિધાનો લાભ મળે છે.

જીવદયા યાત્રાની સ્મરણિકા પ્રકાશિત કરાશે

સંસ્થા દ્વારા 2023 નાં વર્ષને ‘જીવદયા વર્ષ‘ તરીકે ઉજવવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય જીવદયા ગૌસેવા ગતિવિધિઓ, શાકાહારનો પ્રચાર પ્રસાર, જીવધ્યા કેમ્પનું આયોજન કરાશે. ઉપરાંતમાં 18 વર્ષની જીવદયા યાત્રાની સ્મરણિકા પ્રકાશિત કરવામાં આવશે.

અનુદાન માટે અનોખું આયોજન

વેબસાઈટ પર ઓનલાઈન ડોનેશન સ્વીકારવાની પણ વ્યવસ્થા કરાઇ છે. સંસ્થા દ્વારા નાની સાઇઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઇ છે જે આપના ધંધાના સ્થળે/ઘરે મુકી યથાશક્તિ અનુદાન આ પેટીમાં નંખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ડ્રીંકસ, સ્વૈચ્છીક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી (મો: 98242 21999), પ્રતિક સંધાણી (મો. 99980 30393)નો સંપર્ક કરવો. સંસ્થાને મળતું દાન આવક વેરા મુકિત પ્રમાણપત્ર 80-જી કલમ હેઠળ ધરાવે છે. સંસ્થા વિદેશથી મળતું દાન સ્વીકારવાનું લાયસન્સ FCRA  હેઠળ ધરાવે છે. સંસ્થાની બેંક બેંક ઓફ બરોડા (રાજકોટ મેઇન, રાજકોટ) અ/ભ ગજ્ઞ.03600100026705 તથા RTGS/NEFT IFSC CODE BARB0RAJKOT ચેક/ડ્રાફટ ’શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ’ના નામનો બનાવવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.