રાજકોટ: મચ્છરોની ઉત્પતિ સબબ 70 હોટલ-રેસ્ટોરેન્ટ, હોસ્પિટલ અને મોલને નોટિસ: દંડ ફટકારાયો

17 આસમીઓને નોટિસ: રૂ.93100નો દંડ વસુલાયો

ડેન્ગ્યુ રોગચાળા અટકાયતિ માટે આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ અંતર્ગત હોટલ -રેસ્ટોરેન્ટ,બાંઘકામ સાઇટ, હોસ્પિટલ સહિત 70 પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ

હોટલ, બાંઘકામ સાઇટ, , હોસ્પિટલ સહિત 17 સ્થળોએ નોટીસ તથા 48 આસામીઓ પાસેથી મચ્છર ઉત્પતિ સબબ રૂા.93,100/- નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળતેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનારકે જવાબદાર આસામી સીધી રીતે જવાબદારગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.