Abtak Media Google News

ભગવાનને સરોવરમાં  નૌકાવિહાર કરાવી ને ઉજવણી કરવામાં આવશે

ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ભગવાન કૃષ્ણ ના અવિર્ભાવ/ અવતરણ  ના 15 દિવસ પછી ભગવાન ની અંતરંગ શક્તિ શ્રીમતી રાધા રાણી એ રાધાષ્ટમી ના દિવસે વૃષભાનુજી ને યમુના નદી માં એક કમળ ના ફૂલ પર થી મળ્યા હતા. શ્રીમતી રાધારાણી નો રંગ પીગળતા સોના જેવો હતો જેથી તેઓ *તપ્તકાંચન ગૌરાંગી* ના નામ થી પણ જાણીતા છે અને સમગ્ર વૃંદાવન અને વ્રજ ક્ષેત્ર ની અધિષ્ટાત્રી હોવાથી *વૃંદાવનેશ્વરી* ના નામ થી જાણીતા  છે.  રાધારાણી ની કૃપા વગર ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાપ્ત કરવા શક્ય નથી. તેથી જ મહાવિષ્ણુ પુરાણમાં આવેલ શ્રી વેંકટેશ્વર પ્રાપતિ માં કહેવામાં આવેલ છે

રાધારાણી એ પરમ કરુણામયી છે અને તેમનો અવતરણ દિવસ એ વૈષ્ણવો માટે એક મુખ્ય તહેવાર છે. આ ની ઉજવણી ઇસ્કોન મંદિર રાજકોટ માં ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવશે. ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રાધાષ્ટમી નો કાર્યક્રમ   રાધારાણી ને તે દિવસે વિશેષ શ્રુંગાર કરવામાં આવશે.  સાંજે  પ્રવચન, કીર્તન અને નૌકા વિહાર નો કાર્યક્રમ છે. જેમાં 6:30 વાગે ભગવાનની આરતી થશે. 7 વાગે રાધારાણી મહિમા પર મંદિર ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી પ્રવચન આપશે.  સાંજે 8 વાગે ભગવાન શ્રી શ્રી રાધા નીલમાધવ ના શ્રી ઉત્સવ વિગ્રહ (ઉત્સવ મૂર્તિ) ને નૌકા માં બેસાડી મંદિર પ્રાંગણ માં તૈયાર કરવામાં આવેલ વિશાળ સરોવર (40*30 ફુટ ના સરોવર) માં નૌકા વિહાર કરાવવામાં આવશે. તેમજ દરમિયાન સુમધુર કીર્તન ચાલુ રહેશે. સાંજે 7 વાગ્યાં થી સૌ કોઈ દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદ નું વિતરણ પણ ચાલુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.