Abtak Media Google News

તલાટીમંત્રીઓને સોમવારથી નિયમાનુસાર કાર્યવાહી કરવા જિ. વિકાસ અધિકારી દેવ ચૌધરીની તાકિદ

રાજકોટ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખી ગુજરાત પંચાયત અધિનિયમ- 1993 ના પ્રકરણ  8 અનુસાર કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની તાકિદ કરી છે.

તેમણે લખેલ પત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત પંચાયત અધિનિયમ  1993 ના પ્રકરણ  8 મુજબ કલમ – 181 થી કલમ – 190 હેઠળની વિવિધ કામગીરી કરવા માટે આથી સુચના આપવામાં આવે છે અધિનિયમ – 1993ની જોગવાઇઓ મુજબ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી દંડની રકમ નક્કી કરવાની રહેશે.

ગુજરાત પંચાયત અધિનિયમ નિયમ હેઠળની કાર્યવાહી કરવા માટે આગામી ગુરૂવારે તા.01/09/2022ના રોજ તલાટી કમ મંત્રીની મીટીંગમાં તમામ તલાટી કમ મંત્રીને માહિતગાર કરવાના રહેશે. ત્યારબાદ તા.02/09/2022 ને શુક્રવારના રોજ તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોની સામાન્ય સભા અથવા બેઠક બોલાવી આ અંગે તેઓને સમજુત કરવાના રહેશે.

તદ ઉપરાંત તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના પશુપાલન સાથે સંક્ળાયેલ સમાજના પ્રતિનિધિઓ, પાંજરાપોળના ટ્રષ્ટીઓ વિગેરે આગેવાનો સાથે બેઠક કરી, આ અંગે તેઓને સમજુત કરવાના રહેશે ત્યારબાદ તા.05/09 ને સોમવારથી રસ્તા પર રખડતા ઢોર પકડવાની તથા તેના પર નિયમોનુસારની કાર્યવાહી કરવી તથા કરેલ કાર્યવાહીની વિગતો સામેલ પત્રક મુજબ દૈનિક ધોરણે અત્રે મોકલવાની રહેશે.

રાજકોટ મહા નગર પાલિકાની 5 કિલો મીટરની હદના ગામડાઓ, નગરપાલિકાની 5 કિલો મીટરની હદના ગામડાઓ,તાલુકા મથકો તેમજ 5000 થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓ નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે પરના ગામડાઓમાં આ જોગવાઇઓ પ્રમાણેની કાર્યવાહી તાત્કાલિક અસરથી શરૂ કરવાની રહેશે. આમ કરવામાં ચૂક થયેથી તેની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે તેમ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ દેવ ચૌધરીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.