Abtak Media Google News

હદપારી ભંગના ગુનામાં પકડવા જતાં ખૂની હુમલો કરી ભાગવા જતા ઝડપી લીધો

શહેરના ગોપાલનગર વિસ્તારના માથાભારે શખ્સ અને અવાર નવાર પોલીસ સાથે ઘર્ષણ કરવાની ટેવ ધરાવતા તડીપાર શખ્સે ભક્તિનગરના પોલીસમેન પર તલવારથી હુમલો કરતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તડીપાર શખ્સની પોલીસે ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોપાલનગર વિસ્તારમાં રહેતા જયદીપ દેવડા નામના શખ્સ સામે મારામારીના અનેક ગુના નોંધાતા ડીસીપીએ રાજકોટ શહેર સહિતના પાંચ જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કર્યો હતો.

તડીપાર કરાયેલા જયદીપ દેવડા હદપારી ભંગ કરી રાજકોટમાં આવ્યાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ. પી.બી.જેબલીયા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ડોડીયા, પ્રતાપસિંહ રાણા, દેવાભાઇ ધરજીયા ભાવેશભાઇ મકવાણા અને કોન્સ્ટેબલ મનિષભાઇ હેમાભાઇ તેમજ દિવ્યરાજસિંહ દિલીપસિંહ ઝાલા પકડવા ગયા ત્યારે જયદીપ દેવડાએ દિવ્યરાજસિંહ ઝાલા પર તલવારથી હુમલો કરી ભાગવા જતાં પી.એસ.આઇ. જેબલીયા સહિતના સ્ટાફે ઝડપી આકરી પૂછપરછ કરી છે. ઘવાયેલા દિવ્યરાજસિંહ ઝાલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.