Abtak Media Google News

રાજકોટ જેલથી અમરેલી કોર્ટે મુદત લઇ જવાયેલા ગુજસી ટોકના આરોપીને ઘરે લઇ ગયાનો વીડિયો વાયરલ થયો તો

ગુજસીટોકનાં આરોપીને સુવિધા પુરી પાડવાનો વિડીયો વાયરલ થતાં ભરાયું પગલું રાજકોટ, અમરેલીમાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા અને હાલ રાજકોટ જેલમાં સજા ભોગવતા આરોપીને અમરેલીમાં કોર્ટ મુદ્દતમાં પોલીસ કાફલા સાથે લઈ જવાયો હતો જ્યાં આરોપીને પરિવાર સાથે ખાનગી મુલાકાત અને સવલતો પૂરી પાડનાર રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ એમ.વી.ગઢવી અને હેડક્વાર્ટરના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં ગુજસીટોક સંડોવાયેલા અને હાલ રાજકોટ જેલમાં સજા ભોગવતા આરોપીને અમરેલી કોર્ટ મુદ્દતે પોલીસ કાફલા સાથે લઈ જવામાં આવ્યો હતો જ્યાં આરોપીને પરિવાર સાથે ખાનગી મુલાકાત અને સવલતો પુરી પાડવામાં આવતી હોવાનો વિડિયો વાયરસ થયો હતો. પોલીસની મીઠી નજર હેઠળ આરોપીને સવલતો પુરી પાડતો વિડિયો અમરેલી જિલ્લા એસ.પી નિર્લિપ્ત રાય સુધી પહોંચ્યો હતો.

ગુજસીટોકના ગુનાના આરોપીને રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એમ.વી. ગઢવી અને બે કોન્સ્ટેબલ સવલતો પૂરી પાડતા હોવાના વિડિયો સહિતના પુરાવા અમરેલી જિલ્લા એસપી નિર્લિપ્ત રાયએ રાજકોટ પોલીસ કમિશનરને સોંપી કાનૂની કાર્યવાહી કરવા જાણ કરી હતી અમરેલી કોર્ટ મુદ્દતે લઈ જવાયેલા ગુજસીટોકના આરોપીને સવલતો પૂરી પાડનાર ગાંધીધામ પોલીસ મથકના પી.એસ.આઇ એમ.વી.ગઢવી અને પોલીસ હેડ ક્વાર્ટરના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ અને પૂર્વજીતસિંહને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પી.એસ.આઇ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.