Abtak Media Google News

પોલીસને જોતા પંટરોમાં નાસભાગ: રોકડ સહિત રૂ.1.74 લાખનો મુદ્દામાલ કબ્જે, ફરાર આરોપીઓની શોધખોળ

પરા પીપળીયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર એલસીબી ત્રાટકી: છ પત્તા પ્રેમીની ધરપકડ

શ્રાવણ માસ નજીક આવતાની સાથે જુગારની મૌસમ પુર જોશમાં ખીલી હોય જેને ડામવા માટે પોલીસ સતર્ક થઈ હોય તેમ તાલુકા વિસ્તારમાં જુદા જુદા બે સ્થળોએ દરોડા પાડયા છે. જેમાં સાતડા ગામમાં ચાલતી ધોડીપાસા ક્લબ પર પોલીસે દરોડો પાડી વાડી માલિક સહિત છ પંટરોને પોલીસે દબોચી લીધા હતા. તો બીજી તરફ પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં ફરાર અનેક આરોપીઓની પોલીસે શોધખોળ હાથધરી છે. તો બીજી તરફ પરા પીપળીયા ગામે ચાલતા જુગારધામ પર એલસીબી ત્રાટકી હતી. જેમાં પત્તા ટીચતા છ શકુનિઓને પોલીસે રૂ.25,140 મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાતડા ગામમાં આવેલી કરશન લક્ષ્મણ પડેચા અને દિલીપ હમીર પરેસાની માલિકીની વાડીમાં ઘોડીપાસાની જુગાર ક્લબ ચાલતી હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી વાડીમાલિક મોરબી રોડ પરના જમનાપાર્કમાં રહેતા કરશન લક્ષમણ પડેચા, સોનીબજારના મુકેશ લક્ષ્મીદાસ કોટક, જંગલેશ્વરના બશીર ઉર્ફે કાળો હુશેન જેસાણી, નવા થોરાળાના રામનગરના રજાક નુરમહમદ ચુડાસમા, ભગવતીપરાના સુલતાન હારૂન જાફરાણી અને બોટાદ રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા સિકંદર દિલાવર બ્લોચને ઝડપી લીધા હતા, પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.1,51,500 તથા પાચ મોબાઇલ સહિત કુલ રૂ.1,74,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે દરોડો પાડતા પંટરોમાં નાસભાગ મચી ગઇ હતી. વાડીમાલિક રાજકોટનો દિલીપ હમીર પરેસા, કોઠારિયા સોલવન્ટનો બોબી સંધી, કુબલિયાપરાનો ભૂરો દેવીપૂજક, ભગવતીપરાનો ઇબ્રાહીમ ઉર્ફે ઇબલો, રૂખડિયાપરાનો કરણ કાઠી ઉર્ફે જીણો દડુ ચાવડા અને બોટાદનો વિપુલ ભીમ ગઢવી ફરાર થઈ ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જંગલેશ્વરનો બશીર જેસાણી બહારથી માણસો બોલાવી ધોડિપાસાની ક્લબ ચલાવતો હતો.તો અન્ય દરોડામાં પરા પીપળીયા ગામમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એ. એલ. બારસિયા, હેડ કોન્સટેબલ હરપાલસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે ભરતભાઈ ચાવડાની વાડીમાં આવેલી ઓરડીમાં દરોડો પાડયો હતો. જેમાં પત્તા ટિચતા ભરત મેરામ ચાવડા, કાના અરજણ હુંબલ, કરણ કરશન ડાંગર, વિવેક રમેશ ડાંગર, પાંચા રવા મૈયડ અને નિલેશ પ્રભાત ડાંગરને રૂ.25,140 રોકડ રકમ સાથે દબોચી લીધા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.