Abtak Media Google News

Rajkot News : ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે SCA સ્ટેડીયમ ખાતે 15 ફેબ્રુઆરીના રોજ રમાનારી ટેસ્ટ મેચ માટે SCA દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મેચની તૈયારી અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ જયદેવ શાહનું નિવેદન આપ્યું છે. મેચ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈછે. આ ઉપરાંત તમામ સિક્યોરિટીની માટે પણ ખાસ તજવીજ હાથ ધરાઇ છે.

ટેસ્ટ મેચ માટે 13,14 ફેબ્રુઆરીના રોજ બંને ટિમ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિશ કરશે. તેમજ મેચને લઇને ક્રિકેટ રસિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટિકિટ વેચાણમાં સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.

Jaydev Shah

શનિવાર અને રવિવારની ટિકિટનું સૌથી વધુ વેચાણ જોવા મળ્યું છે તેવું પ્રેસિડેન્ટ-સૌરાષ્ટ્ર ક્રિકેર એસોસિયેશન જયદેવ શાહે જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.