Abtak Media Google News
  • સયાજી હોટેલ ખાતે ભારતીય ટીમનું રજવાડી ઠાઠ માઠ સાથે સ્વાગત કરાયું

Rajkot News : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે જેમાં બંને ટીમો એક-એક મેચ જીતીને શ્રેણીમાં ટાઈ થઈ છે. પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાવાની છે, ત્યારે ભારતીય ટીમ રાજકોટ ખાતે આવી પહોચી છે.જ્યાં તેમનું શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ તેમજ આર. અશ્વિન, સરફરાઝ ખાન, રજત પાટીદાર રાજકોટ પહોચ્યા છે તો કોચ રાહુલ દ્રવિડ, અક્ષર પટેલ, સુભમન ગિલ પણ રાજકોટ ખાતે પહોચ્યા હતાં. આ ભારતીય ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે.

ભારત-ઈગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે. જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તા.15 થી 19 ફ્રેબુઆરી દરમ્યાન રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. રાજકોટમાં રમાનારી ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર પણ નક્કી કરવામાં આવ્યા છે. ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાનાર છે.

ભારતીય ટીમનાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા છે. અને હોટલ સૈયાજી ખાતે રોકાયા છે. જ્યારે આજે ઈગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે. જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુંન હોટલમાં રોકાશે. રાજકોટમાં ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.