Abtak Media Google News

સ્કાઉટ ગાઇડ પ્રતિજ્ઞા લે છે તેને જીવનભર વળગી રહે છે: મનીષ મહેતા

રાજકોટ શહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા શહેરની જુદી જુદી સ્કુલોમાં સ્કાઉટ ગાઈડની પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. મેયર બંગલા ખાતે કુલ 300 બાળકો જેઓને રાજ્યપાલ દ્વારા રાજ્યપાલ રાજ્ય પુરસ્કાર એવોર્ડ મેળવનાર સ્કાઉટ ગાઇડને મેયર બંગલા ખાતે મેયર ડો.પ્રદિપ ડવ તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે રાજ્ય પુરસ્કાર એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરાયા.

Dsc 1254

આ અવસરે સ્કાઉટ ગાઈડના નેશનલ કમિશ્ર્નર (દિલ્હી) મનીષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંસ્થાને 100 વર્ષથી વધુ સમય થઈ ગયેલ છે. આ પ્રવૃત્તિ ખુબજ પવિત્ર છે. આ પ્રવૃતિમાં જોડાનારા સ્કાઉટ ગાઈડ પ્રતિજ્ઞા લે છે અને તે જીવન પર્યત જોડાઈ રહે છે. રાજ્ય સરકાર દ્વારા સ્કાઉટ ગાઈડને પ્રોત્સાહન માટે બજેટ જોગવાઈ પણ કરવામાં આવેલ છે. રાજ્ય પુરસ્કાર એવોર્ડ મેળવવા માટે ત્રણ સોપાન પાર કર્યા પછી મેળવી શકે છે. શહેર, જીલ્લા અને રાજ્ય લેવલે પરીક્ષા લેવામાં આવે છે અને તેમાં પાસ થનાર સ્કાઉટ ગાઇડને રાજ્ય પુરસ્કાર એવોર્ડ મળતો હોય છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે એવોર્ડ મેળવનાર સ્કાઉટને નોકરીમાં પણ અનામત મળે છે. આ ઉપરાંત રાજ્ય પુરસ્કાર મેળવનાર સ્કાઉટ ગાઇડને અભ્યાસ માટે એડમિશનમાં પણ અગ્રતા આપવામાં આવે છે. શહેર અને જીલ્લા સ્કાઉટ ગાઈડ સંઘને અને રાજકોટ મહાનગરપાલિકાનો હંમેશા સહકાર મળતો રહેશે.

Dsc 1257

આ અવસરે જીલ્લા મુખ્ય કમિશ્ર્નર ભીખાભાઈ સિદપરાએ જણાવ્યું હતું કે જુદીજુદી સ્કુલના ટ્રસ્ટીઓ દ્વારા પણ સંસ્થાના ભામાશાઓ છે. આ તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્કાઉટ ગાઈડ સંઘને પુરતો સહયોગ મળતો રહ્યો છે અને આ સંસ્થા દ્વારા તમામ સ્કાઉટ ગાઇડનું રાષ્ટ્ર માટેની ભાવના પ્રબળ બને, ચારિત્રનું ધડતર થાય તે માટે હંમેશા સંસ્થા કાર્ય કરી રહી છે.

મેયર સહિતના ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્કાઉટ ગાઈડ સંઘના શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવેલ. રાજ્ય પુરસ્કાર એવોર્ડ મેળવનાર તમામને મેયર ડો.પ્રદિપ ડવ તમામ સ્કાઉટ ગાઇડને સર્ટીફિકેટ આપી સન્માનિત કરાયેલ. રાજકોટ શહેર જિલ્લા સ્કાઉટ ગાઈડના તમામ મુખ્ય હોદ્દેદારોનો મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભીખાલાલ સીદપરાએ કરેલ અને મનીષભાઈ મહેતાએ સહકાર આપવા બદલ હૃદ્યપૂર્વક આભાર વ્યક્ત કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સ્કાઉટ ગાઈડના સભ્યોએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્કાઉટ ગાઈડના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે જીલ્લામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Dsc 1277

રાષ્ટ્ર નિર્માણમાં આવી પ્રવૃત્તિઓ મહત્વનો ભાગ ભજવે છે: મનીષકુમાર મહેતા (નેશનલ કમિશનર સ્કાઉટ)

નેશનલ કમિશનર સ્કાઉટ મનીષકુમાર મહેતાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,કોરોના બાદ વિદ્યાર્થીઓને સ્કાઉટન ગાઈડ દ્વારા એડવેન્ચર એક્ટિવિટી કરાવવામાં આવી રહી છે. રાજભવનમાં રાજ્યપાલ હસ્તક થિયરીકલ અને પ્રેક્ટીકલ એક્ઝામ લીધા બાદ આ બાળકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

રાજકોટનું ગૌરવ વધાર્યું સ્કાઉટના બાળકોએ: ડો.પ્રદીપભાઈ ડવ (મેયર)

Dsc 1271

રાજકોટ મેયર ડો.પ્રદીપભાઈ ડવએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર માટે અનેરો અને મહત્વનો દિવસ છે રાજકોટની અલગ અલગ શાળાઓમાં રાજકોટ શહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ યુનિટ ચાલે છે તેના 297થી પણ વધુ બાળકોને રાજ્યપાલ પુરસ્કાર એવોર્ડથી

સન્માનિત કર્યા છે. એ રાજકોટ માટે ગર્વની બાબત છે. આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રનું નિર્માણ અને ચારિત્ર નું ઘડતર થયું છે. સાથોસાથ સમાજ ઉપયોગી આ વિદ્યાર્થીઓ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.