Abtak Media Google News

મિલકતમાં 5 તોલા સોનુ, મેતા ખંભાડીયામાં ખેતીની જમીન, દેરડી કુંભાજીમાં પ્લોટ, આર.કે.પ્રાઇમમાં એક ઓફિસ, રાજકોટમાં એક મકાન

રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષના સુરેશભાઈ બથવારે ઉમેદવારી નોંધાવી છે તેઓએ ફોર્મમાં રજૂ કરેલા સોગંદનામાં પોતાની અંગત વિગતો દર્શાવી હતી જેમાં તેઓએ પોતાના નામે રૂ. 2.40 કરોડ અને તેમની પત્નીના નામે રૂ. 64 લાખની મિલકત હોવાનું દર્શાવ્યું છે.

Advertisement

સુરેશભાઈ બથવાર પાસેની મિલકતની વિગતો જોઈએ તો હાથ પર રોકડ રૂ.9.20 લાખ,  બચત યોજનામાં રૂ. 5.18 લાખ, વાહનમાં ફોચ્ર્યુનર, 5 તોલા સોનુ, મેતા ખંભાડીયામાં ખેતીની જમીન, દેરડી કુંભાજીમાં પ્લોટ, આર.કે.પ્રાઇમમાં એક ઓફિસ, રાજકોટમાં એક મકાન મળી કુલ રૂ. 2.40 કરોડની મિલ્કત છે.

જ્યારે તેઓના પત્ની ગંગાબેન બથવાર પાસે મિલકતમાં રૂ. 8.10 લાખની રોકડ, 22 હજારની બેંક બેલેન્સ, 5 લાખની બચત યોજના, એક્ટિવા, 21 તોલા સોનુ, રાજકોટમાં ખેતીની જમીન મળી કુલ રૂ. 64 લાખની મિલકત છે. સુરેશભાઈની જવાબદારી જોઈએ તો 70 લાખનું દેણું છે. જ્યારે તેઓના પત્ની ઉપર રૂ. 12.59 નું દેણું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.