Abtak Media Google News

,રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ ઇડબલ્યુએસ-1 કેટેગરીના 1248, ઇડબ્યુલએસ-2 કેટેગરીના 1056 આવાસ મળી કુલ 2304 આવાસોનું તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ 49 આવાસો, મળી કુલ 2353 આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પૂજન કરી, ગૃહપ્રવેશ આપવામાં આવનાર છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ કેટેગરીના 553 આવાસોના વેઈટીંગ લીસ્ટના લાભાર્થીઓને તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના 143 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યૂટરાઈઝ્ડ ડ્રો  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં કાલે શનિવારના રોજ બપોરે 11:30 કલાકે યોજાનાર છે.

આવાસ યોજનાના લોકાર્પણ અન્વયે વિધાનસભા વાઈઝ અલગ અલગ સ્થળે યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કરેલ વ્યવસ્થાનું નિદર્શન કરવા માટે આજે  રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, દંડક મનીષભાઈ રાડીયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા,શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે, સી.કે.નંદાણી, એચ.આર.પટેલ, આસી.કમિશનર સમીર ધડુક, બી.એલ.કાથરોટીયા, મેનેજર મયુર ખીમસુરીયા, લાઈબ્રેરીયન નરેન્દ્ર આરદેશણા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.