Abtak Media Google News

૨૦૧૭માં ૫૦મા ક્રમે હતું: ત્રણ વર્ષમાં ૩૫ ક્રમાંકની છલાંગ

ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટીમાં રાજકોટ શહેરની પસંદગી કરેલ હોય, સ્માર્ટ સીટી પ્રોજેક્ટને વિના વિલંબે ત્વરીત અમલમાં મુકી શકાય તે માટે Special Purpose Vehicle (SPV)ની રચના તાત્કાલિક કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરી પ્રક્રિયા કરી સરકાર દ્વારા તા.૨૧/૦૮/૨૦૧૭નાં રોજ મંજુર કરીને, રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.ને લીમીટેડ કંપની તરીકે રજીસ્ટર/ઇનકોર્પોરેશન જાહેર કરવામાં આવેલ. સ્માર્ટ સીટી અંતર્ગતના તમામ પ્રોજેકટનું અમલીકરણ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા કરવામાં આવે છે.  દ્વારા દર શુક્રવારે કરવામાં આવતા રેન્કીંગમાં ૧લી એપ્રિલ-૨૦૨૦ ના રોજ રાજકોટ સ્માર્ટ સીટી સમગ્ર ભારતનાં ૧૦૦ સ્માર્ટ સીટીઓમાં ૧૫માં ક્રમે આવ્યું હતું, અને ૨૯, મે-૨૦૨૦ના સુધીના રેન્કિંગમાં આ ક્રમ જળવાઈ રહ્યો હતો. ૨૦૧૭માં રાજકોટ ૫૦માં  રેન્કે હતું.

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. મારફત કુલ ૯૩૦ એકરમાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. જેમા ટી.પી. સ્કીમ  ૩૨ રૈયા તૈયાર કરી સરકાર મારફત મુસદ્દારૂપ યોજના મંજુરી મળેલ છે. આ કારણે રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.ને ૧૮ મીટર થી ૬૦ મીટર સુધીનાં કુલ ૨૧ કી.મી.નાં રસ્તાઓનાં કબજા મળેલ છે તેમજ માસ્ટર પ્લાન ઇન્ડીયા ગ્રીન બીલ્ડીંગ કાઉન્સીંલ (IGBC) મારફત ઓગષ્ટ ૨૦૧૯માં રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા તૈયાર કરવામાં આવેલ માસ્ટર પ્લાન IGBC ગ્રીન સીટીઝ રેટીંગ સીસ્ટમની માર્ગદર્શિકા મુજબ ગ્રીન સીટી સર્ટીફિકેશન મુજબ માસ્ટર પ્લાન તૈયાર થયેલ હોવા અંગેનું સર્ટીફિકેટ મળેલ છે.

હાલમાં,  રાજકોટ સ્માર્ટ સીટી સમગ્ર ભારતનાં ૧૦૦ સ્માર્ટ સીટીઓમાં ૧૫માં ક્રમે છે. મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા દર શુક્રવારે રેન્કીંગ રીલીઝ કરવામાં આવે છે. રાજકોટ શહેર ૨૦૧૭માં ૫૦માં રેન્કે હતું, જે હાલમાં ૧૫માં રેન્ક્માં પહોંચી ગયુ  છે. (MoHUA) દ્વારા રેન્કીંગમાં જુદા જુદા માપદંડોનું વર્ગીકરણ કરીને આપવામાં આવે છે જેવા કે ક્ધવરજન્સ તથા સ્માર્ટ સીટી મિશનનાં ફંડ્સ થી પૂર્ણ કરેલ કામો, ટેન્ડર ઇસ્યુ કરેલ કામો, વર્ક ઓર્ડર ઇસ્યુ કરેલ કામો તથા SPV દ્વારા યુટીલાઇઝ કરેલ ફંડસ, સીટી લેવલ એડવાઇઝરી ફોરમની યોજાયેલ મીટીંગો વિગેરે દ્વારા રેન્કનું મુલ્યાકન કરવામાં આવે છે. આમ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા સતત સારી કામગીરી ઉદિત અગ્રવાલ (IAS) કમિશ્નર, રાજકોટ મહાનગરપાલિકા તથા ચેરમેન (RSCDL)નાં માર્ગદર્શન મુજબ કરી ૧૦૦ સ્માર્ટ સીટીઝમાં ૧૫મો ક્રમ મેળવેલ છે.

વધુમાં, વર્ષ:૨૦૧૯-૨૦માં રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા ઈન્ડિયાઝ સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ, મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા રાજકોટ સ્માર્ટ સીટીની સ્માર્ટ સીટી મિશન રાઉન્ડ ૩ અંતર્ગત પસંદગી પામેલ  સ્માર્ટ સીટીઝમાંથી બેસ્ટ પેર્ફોમિંગ એવોર્ડ કેટેગીરીમાં એટલે કે કેટેગીરી-૩: સીટી એવોર્ડમાં પસંદગી પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.