Abtak Media Google News

દેશના અગ્રણીઓ, ડોકટરો, અર્થશાસ્ત્રીઓ, સમાજસેવકોની નાણામંત્રી તથા જીએસટી કાઉન્સીલ સદસ્યોને રજૂઆત: સહાયક ભંડોળથી સરકારને વધારાની આવક: વ્યસનીઓને કુટેવ છોડવા મળશે પ્રેરણા

તમાકુ ઉત્પાદનો ઉપર કોવિડ-૧૯ સેસ લગાડવામાં આવે તો વધારાની આવક ઉપરાંત તમાકુ વપરાશમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. તેમ શહેર જિલ્લા ગ્રાહક સુુરક્ષા મંડળની યાદીમાં જણાવાયું છે.

વધુમાં જણાવ્યા મુજબ આવતીકાલે જી. એસ. ટી. કાઉન્સીલની મીટીંગ અલગ અલગ જણસોમાં જી.એસ.ટી. કાઉન્સીલના દર નકકી કરવા મળનાર છે.  તેવા સમયે દેશભરના ડોકટરો, અર્થશાસ્ત્રીઓ, ગ્રાહક સંસ્થાઓ, જાહેર આરોગ્ય જૂથોએ જી.એસ.ટી. કાઉન્સીલને તાકીદ કરે છે કે તમાકુ પેદાશો પર ખાસ કોવિડ-૧૯ સેસ તમાકુ ઉત્પાદનો ઉપર ઉંચ્ચા દરથી નાંખવો જોઇએ. સિગરેટ, બિડી અને ધુમ્રપાન વિનાના તમાકુ પેદાશો પરના કોવિડ-૧૯ સેસની અપીલ શકે છે. જે રૂ.૪૯.૭૪૦ કરોડ (૪૯૭૪ અબજ)જે આશરે ૨૯% ઉતેજન પેકેજને આવરી શકે છે.  તમામ તમાકુ પેદાશો પર કોવિડ-૧૯ સેસ લાદવાથી માત્ર સહાયક ભંડોળ પુરૂ પાડવા માટે જરૂરી આવક વઘારવામાં મદદ મળશે. વધુમાં તે તમાકુ ઉત્પાદનોને અનિવાર્ય અને વાયરસ છોડી દેવાની ફરજ પાડે છે. કેટલાક દેશોમાં કરવામા આવેલ સંશોધનના આધારે, ધુમ્રપાન કરનારાઓ અને ધ્રુમપાન ન કરતા તમાકુના વપરાશકારોને ગંભીર બિમારી થવાનું જોખમ ન હોય શકે. જાણીતા અર્થશાસ્ત્રી અને આરોગ્ય નીતીકારક ડો. રિજો જોનના જણાવ્યા પ્રમાણે તમાકુ ઉપર ખાસ કોવિડ-૧૯ સેસથી ફાયદો થઇ શકે છે. કારણ કે તે તમાકુંના વપરાશને નિર ઉત્સાહી કરશે. અને કોવિડ-૧૯ને લગતા જોખમો ઘટાડશે.

રમાબેન માવાણી (માજી સંસદ સદસ્યા)એ જણાવ્યું હતું કે, બીડી સહિત તમામ તમાકું પેદાશો ઉપર સેસ લાગવોએ સરકાર માટેનો વિજેતા પ્રસ્તાવ છે કારણ કે તે દેશના લોકોને રાહત પુરી પાડવા માટે કોવિડ-૧૯ના રાહત પેકેજ માટે વઘારાની કરની આવક પૂરી પાડશે. જયારે લાખો તમાકુના વપરાશકારોને તમાકુ છોડવાની પ્રેરણા અને યુવાનોને તમાકુના વપરાશની શરૂઆત કરતા અટકાવી રહ્યા છીએ.

કેન્સર રોગના સારવારના નિષ્ણાંત ડો. વી.કે. ગુપ્તા (ડાયરેકટર, કેન્સર હોસિપટલ, રાજકોટ)એ જણાવેલુ હતું કે, બીડી અને તમાકુ ઉત્પાદનો જાત લેતા હોવાના પુરાવા છે અને ગીરીબોની ખુશી માટે બીડી અને તમાકુ ઉત્પાદનો ના વપરાશને રોકવા માટે સેસ વધારવા સીવાય બીજો કોઇ ઉપચાર નથી. એટલે તે પોષાય નહી તે માટે ગરીબોના જીવ બચાવવા અને દુ:ખ દૂર કરવા જોઇએ.

આ અંગે રમાબેન માવાણી દ્વારા જી.એસ.ટી. કાઉન્સીલના સદસ્યા ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિનભાઇ પટેલ તથા પંકજકુમાર જોષી (એડીશ્નલ ચીફ સેક્રેટરી)ને લેખીતમાં રજૂઆત કરવામાં આવે છે.આ અંગે વધુ માહિતી માટે  (મો.નં. ૮૨૦૦૮ ૬૬૧૦૫) તથા ડો. રોજો જોન (મો.નં. ૭૭૪૨૮ ૧૧૬૧૭) ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.