Abtak Media Google News

ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી

રાજુલાથી માત્ર અઢી કિ.મી.દુર ખાખબાઈ ગામે જવા માટે ૧૦ કિ.મી. ફરીને જવું પડે છે કેમ કે બાજુમાં જ ધાતરવડી ડેમ-૨ ઘણો મોટો ૩૫ દરવાજાનો મોટો ડેમ છે છતાં બારે મહિના પાણી રહેતું નથી કેમ કે આ ડેમ ઘણો લીકેજ હોવાથી ઉનાળામાં તળીયાઝાટક થઈ જાય છે. જેથી ચાર મહિના ખાખબાઈ ગામે જઈ શકાય છે. રસ્તામાં બે વોંકળા અને મોટી ધાતરવડી નદી આવે છે જેમાં ચોમાસામાં તો પાણી હોય જ આ નદી ઉપર ૨ કરોડના ખર્ચે પુલ બનાવવા મંજુર થઈ ગયેલ છે. ઘણો સમય થયો પણ હજુ સુધી એક ઈંટ પણ મંડાઈ નથી જેથી ગામ લોકો પરેશાન થવાથી આજે ગ્રામસભામાં તાલુકા પંચાયતના કર્મચારી એન્જીનીયર જીંજાળાભાઈ આવેલ પણ સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કરેલ છે.

Advertisement

ખાખબાઈ ગામ ૫૦૦૦ની વસ્તી ધરાવે છે. લગભગ ૨૦૦ ઉપર છોકરા-છોકરીઓ રાજુલામાં ભણવા આવે છે છતાં સરકારી તંત્રની વહિવટી ખામીને કારણે કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી. આ નદીમાં અનેકવાર લોકો બળદ, પ્રાણીઓ તણાયાના પણ બનાવ બનેલા છે. ઘણા વર્ષ પહેલા તલાટી કમ મંત્રી પણ માંડ માંડ બચ્યા હતા છતાં કોઈ ઉકેલ આવતો નથી. અરજણભાઈ કલસરીયાએ જણાવેલ કે જયારે જયારે કોઈપણ ચુંટણી આવે ત્યારે રાજકીય માણસો વચનો આપી જાય છે છતાં વર્ષોથી એક પણ વચન પાળ્યુ નથી. હવે જયારે ચુંટણી આવશે ત્યારે અમો મતદાન કે કોઈ સરકારી કાર્યક્રમ થવા દેશુ નહીં તેમ જણાવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.