Abtak Media Google News

પાસના ક્ધવીનરો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે છ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ પોતાનું સંગઠન વધુ મજબૂત કરી રહ્યું છે. શ્રી રાજપુત કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે આજે વિધિવત રિતે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. આ ઉપરાંત પાસના ક્ધવીનરો પણ આજે ભાજપમાં જોડાઇ ગયા છે.

આજે બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને કરણી સેનાના સદસ્યો સાથે ભાજપમાં જોડાઇ ગયા છે. પાસના ક્ધવીનર હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ બાદ પાસ સતત તૂટી રહ્યું છે. આજે પાસના કેટલાક ક્ધવીનરો પણ ભાજપમાં જોડાઇ ગયા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ ભાજપમાં ભંગાણ સર્જાયું છે.

ધોરાજી-ઉપલેટા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.મહેન્દ્રભાઇ પાડલીયાના સમર્થનમાં મોટી પાનેલી ગામના કેટલાક કોંગી આગેવાનોએ પંજાનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.