Abtak Media Google News

Table of Contents

સંગઠન પ્રભારી, પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના વિરોધ પક્ષના નવા નેતાની નિમણૂંક કરવા દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરાશે

ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ પાસે હવે સંગઠન મજબૂત કરવા સિવાય છુટક્ો નથી: ચૂંટણીના સવા વર્ષ પૂર્વ ફરી કોંગી નેતાઓમાં “હમ સાથ સાથ હૈ” સુર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા કારમાં પરાજયની જવાબદારીનો સ્વીકાર કરી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા હતા. રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતમાં સંગઠન પ્રભારીની જગ્યાઓ પણ ખાલી પડી છે ત્યારે વિધાનસભાની આગામી  ચૂંટણી પૂર્વ સંગઠનને મજબૂત કરવા માટે જલ્દીથી પ્રદેશ પ્રમુખ, સંગઠન પ્રભારી અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાની નવી નિમણૂંક કરવાની રજૂઆત આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેવા હાલ વિધાનસભાની ચૂંટણીમાં ન થાય તે માટે કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત કરવા પર ધ્યાન આપશે.

ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને કળ ન વળે તેવો પરાજય થયો હતો. નૈતિક જવાબદારી સ્વીકારી પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા હતા. જો કે હજી સુધી તેઓના રાજીનામા હાઈકમાન્ડ દ્વારા સ્વીકારવામાં આવ્યા નથી અને હોદા પર યથાવત રાખવામાં આવ્યા છે. કોરોનામાં ગુજરાતના સંગઠન પ્રભારી રાજીવ સાતવનું નિધન થતાં આ જગ્યા પણ ખાલી પડી છે.

તાજેતરમાં ગાંધીનગર ખાતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને કોંગ્રેસના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને અર્જૂન મોઢવાડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેવા હાલ થયા તેવા હાલ વિધાનસભાની ચૂંટણીમાં ન થાય તે માટે સંગઠન મજબૂત બનાવવા પર ભાર મુકવાનો એક સુરે નિર્ણય લેવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીને આડે હવે સવા વર્ષનો જ સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરવા, ગુજરાત વિધાનસભાના નવા વિરોધ પક્ષના નેતા નક્કી કરવા તથા સંગઠન પ્રભારી નિમવા માટે આગામી દિવસોમાં દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

રાજ્યની વર્તમાન સરકારને તાજેતરમાં પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં સરકાર દ્વારા સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સતત નવ દિવસ સુધી ચાલેલી ઉજવણી સામે કોંગ્રેસ દ્વારા રોજ સમાંતર વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યા હતા. જેને જનતાનું સારૂ એવું સમર્થન પ્રાપ્ત થયું હતું. કોરોનાની બીજી લહેર બાદ ગુજરાતમાં સરકાર સામે લોકોમાં થોડી ઘણી નારાજગી જોવા મળી રહી છે. જેનો લાભ કોંગ્રેસને વિધાનસભાની આગામી ચૂંટણીમાં મળી શકે છે. પ્રમુખ, પ્રભારી અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાની નિમણૂંક કરવાની રજૂઆત દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ કરવાની જવાબદારી સિનિયર નેતા મધુસુદન મિસ્ત્રીને સોંપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોની તાજેતરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બરાબરની ટક્કર આપવા માટે કોંગ્રેસ પાસે હવે સંગઠન મજબૂત કરવા સિવાય કોઈ વિકલ્પ છે જ નહીં. હજી પર્યાપ્ત સમય છે જો હાઈકમાન્ડ દ્વારા તાત્કાલીક ધોરણે નવા પ્રદેશ પ્રમુખ, સંગઠન પ્રભારી અને વિરોધ પક્ષના નેતાની નિમણૂંક કરી દેવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બરાબરની ફાઈટ આપી શકાય તેમ છે.

કોંગ્રેસમાં કાર્યકર તેટલા નેતા: પૂર્વ, ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ પ્રમુખોની માયાજાળ

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરનું રાજીનામુ સ્વીકારાયુ નથી, પ્રદિપ ત્રિવેદી કાર્યકારી પ્રમુખ તરીકે સત્તારૂઢ: મહેશ રાજપૂત પૂર્વ પ્રમુખ પણ “રૌફ” પ્રદેશ પ્રમુખ જેવો

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછડાટ મળી હતી. પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અશોક ડાંગરે પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધુ છે જેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. અશોકભાઈ ખુદ ચૂંટણી લડી રહ્યાં હોય કહેવાતી વ્યવસ્થાના ભાગરૂપે પ્રદિપ ત્રિવેદીની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી જે હજી સુધી ચાલુ છે. આ ઉપરાંત પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત પણ પોતાના ખભ્ભે જ શહેર કોંગ્રેસની સંપૂર્ણ જવાબદારી છે તેવો ઝંડો લઈને ઘુમી રહ્યાં છે. રાજકોટમાં કોંગ્રેસમાં કાર્યકરોની અછત છે. જેટલા કાર્યકરો છે તેટલા નેતા છે અને જેટલા નેતા છે એટલા જૂથ છે.

પરિણામે પૂર્વ, ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ પ્રમુખની માયાજાળમાં પંજો બરાબરનો ફસાઈ ચૂક્યો છે. દર વખતે કોંગ્રેસમાં ચૂંટણી નજીક આવે ત્યારે સંગઠન મજબૂત કરવાની મીઠી-મીઠી વાતો કરવામાં આવે છે. પરંતુ જેવા ઉમેદવારો જાહેર થાય કે, કહેવાતું મજબૂત સંગઠન ભાંગીને ભૂક્કો થઈ જાય છે. રાજકોટમાં કોંગ્રેસની હાલત દિન-પ્રતિદિન કથળી રહી છે. 2009ની લોકસભાની ચૂંટણીમાં જીતેલી રાજકોટ બેઠક અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં જીતેલી

Hardik Patel

“હાર્દિક” નામનો સિક્કો કોંગ્રેસમાં ચાલ્યો નહીં!!

વિધાનસભાની ચૂંટણી પૂર્વે “હાર્દિક” ઘર ભેગો કરી દેવાના કોંગ્રેસના ખંધા નેતાઓની વ્યૂહરચના

રાજ્યમાં સૌથી વધુ વસતી ધરાવતા પાટીદાર સમાજને અનામત આપવામાં આવે તેવી બુલંદ માંગણી સાથે આંદોલન ચલાવનાર હાર્દિક પટેલે ગુજરાતમાં પોતાની એક અલગ જ હાઈટ ઉભી કરી હતી. હાર્દિકની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માટે દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા તેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પરંતુ હાર્દિક નામનો સિક્કો ગુજરાતના રાજકારણમાં ચાલ્યો નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર્દિકે જોર-શોરથી પ્રચાર ર્ક્યો હતો પરંતુ તે પરિણામલક્ષી નેતા તરીકે પ્રસ્થાપિત થઈ શક્યો ન હતો.

નિયમીત પ્રમુખ પર કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને બેસાડી દેવામાં આવતા કોંગ્રેસના ખંધા નેતાઓ નારાજ જ હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર્દિકને સફળતા ન મળતા આ જૂથ રાજીના રેડ થઈ ગયું હતું. તાજેતરમાં રાજ્ય સરકારે પાંચ વર્ષ પૂર્ણ કરતા સુશાસનના પાંચ વર્ષની નવ દિવસ સુધી ઉજવણી કરવામાં આવી હતી. જેની સામે કોંગ્રેસ પ્રથમવાર પ્રજાલક્ષી કહી શકાય તેવા સમાંતર કાર્યક્રમો આવ્યા હતા પરંતુ આશ્ર્ચર્યજનક રીતે આ નવ દિવસના કાર્યક્રમમાં હાર્દિકને બાકાત રાખી દેવામાં આવ્યો હતો. હવે હાર્દિક નામના કાંટાને કાઢી નાંખવા કોંગ્રેસના કેટલાંક ખંધા નેતાઓએ વ્યૂહરચના ઘડી કાઢી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વ હાર્દિકને પક્ષમાંથી જાકારો આપી દેવામાં આવશે.

રાજકોટ વિધાનસભા પૂર્વ બેઠક જુથબંધીના કારણે માત્ર પાંચ જ વર્ષમાં ગુમાવવાનો વારો આવ્યો હતો. મહાપાલિકાની 2015ની સામાન્ય ચૂંટણીમાં માત્ર ચાર જ બેઠકો માટે સત્તાસુખથી વંચિત રહેલી કોંગ્રેસ 2021 મહાપાલિકાની ચૂંટણીમાં માત્ર ચાર જ બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. જ્યારે કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા ત્યારે પણ મહેશ રાજપૂત પોતે જ રાજકોટમાં કોંગ્રેસનો પર્યાય છે તેવો રૌફ જાડતા હતા. આજે અશોકભાઈ ડાંગર કાયમી પ્રમુખ અને પ્રદિપ ત્રિવેદી કાર્યકારી પ્રમુખ છે છતાં પૂર્વ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતની કામગીરી અભૂતપૂર્વ રહી છે. રાજકોટમાં પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ભૂતપૂર્વ પ્રમુખ અને અભૂતપૂર્વ પ્રમુખની માયાજાળને બાદ કરવામાં બૂથ લેવલનો કોઈ કાર્યકર જ નથી. પરિણામે પક્ષ મજબૂત થવાના બદલે દિન-પ્રતિદિન નબળો પડતો જાય છે. બધાને પોતાની લીટી જ મજબૂત કરવામાં રસ છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પરિણામ પછી પણ કોંગ્રેસ બોધપાઠ લીધો નથી. વિધાનસભાની ચૂંટણી પૂર્વ સંગઠન માળખુ વધુ મજબૂત બનાવીને મેદાનમાં ઉતરીશુ તેવી વાતો ચોક્કસ કરવામાં આવે છે પરંતુ તે માટે પરિણામલક્ષી કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.