Abtak Media Google News

સીઆરઝેડ કમીટીએ પર્યાવરણપ્રેમી ફરિયાદી સાથે કરી સ્થળ મુલાકાત: બળી ગયેલા મેંગ્રોવ્સ ફરીથી વાવવા કરાશે કવાયત

રાજુલા સ્થિત પીપાવાવ પોર્ટમાં છેલ્લા ઘણા સમયથી મેંગૃસ (તમર) ના જંગલો નો નાશ કરવામાં આવેલ હોવાની ફરિયાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ વિવિધ સરકારી એજન્સીઓમાં આ અંગેની ફરિયાદ કરવામાં આવેલ હતી જેમાં ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવો ટ્રસ્ટ ના પ્રમુખ દ્વારા આ અંગે એટલે કે મેંગૃસ નિકંદન કાઢી નાખવામાં આવેલ હોવાની ફરિયાદ  કરવામાં આવતા નાયબ કલેક્ટર  વાળા દ્વારા તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી શ્રી રાઠોડ દ્વારા આ અંગે કડક વલણ અખત્યાર કરતા અને આ અંગે નો પ્રશ્ન સી.આર ઝેડ કમિટી માં મૂકવામાં આવતા કમિટી દ્વારા સ્થળ તપાસ કરવાની અને યોગ્ય કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવતા આ અંગેની સ્થળ તપાસ કરવામાં આવી અને પંચર રોજ કામ પણ કરવામાં આવ્યું

જેમાં ફરિયાદી સી એન વ્યાસ અને સી.આર ઝેડ કમિટીના મેમ્બર સેક્રેટરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગર ના પ્રાદેશિક અધિકારી  રાઠોડ તેમજ કમિટીના મેમ્બરો દ્વારા કંપનીના અધિકારીઓને સાથે રાખીને  સ્થળ વિઝીટ કરી જેમાં મેંગૃસ બળી ગયા હોવાની હકીકત સામે આવેલ જેથી પોલ્યુશન બોર્ડ ના પ્રાદેશિક અધિકારી દ્વારા રોજ કામ કરવામાં આવેલ જેમાં કંપની ને આ મેંગૃસનું જંગલ ફરિવાર હરિયાળું બને તે માટે આજ જગ્યા ઉપર ફરીથી મેગૃસ વાવીને આ વિસ્તાર હરિયાળો બને તેવું નક્કી કરવામાં આવ્યું.

પીપાવાવ પોર્ટ ના હાજર અધિકારી દ્વારા રોજ કામમાં તોકતે વાવાઝોડાનું બહાનું બનાવીને છટક બારી ગોતેલ છે. પરંતુ આ મેગૃશ નાસ થવાની હકીકત બીજી જ હોઈ શકે છે જેમાં એક એવું પણ કારણ હોઈ શકે કે કોઈ કેમિકલ્સ નાખવાથી અથવા તો મીઠું પાણી ભરાઈ રહેવાથી પણ મેંગૃસ નાશ પામી ગયેલા હોઈ શકે ?

આ ભિુ કમિટી ની સ્થળ વિઝીટ    એ પી એમ ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટ ની ઓફીસ મા સી આર ઝેડ કમિટી ની મીટીંગ મળી અને વિવાદિત સ્થળ નુ રૂબરૂ જઈ નિરીક્ષણ કર્યું આ મીટીંગ મા અને સ્થળ પર નિરીક્ષણ કરવા માટે વાઘેલા સાહેબ રાજુલા આર એફ ઓ એ જે રાઠોડ   ભાવનગર પ્રાદેશિક અધિકારી અને નિયામક  અમરેલી જિલ્લાના સી આર ઝેડ કમિટી સેક્રેટરી વી કે ચૌધરી  (એમ બી પોર્ટ ઓફિસર જાફરાબાદ) સંજયસીંગ હેડ સિક્યુરિટી અને લળ, એચ એસ એસ પીપાવાવ પોર્ટ, અમિતસિંગ  સિનિયર મેનેજર, એન્વાયાર મેન્ટ પિપાવાવ પોર્ટ ના મેજર સિવેન્સિંગ ચૌહાણ  પી આર ઓ ,કનૈયાલાલ પોલ્યુશન બોર્ડ સી આર ઝેડ કમિટી સભ્ય જાફરાબાદ, ચેતનભાઈ વ્યાસ   ના ફરિયાદી તેમજ પર્યાવરણ બચાવ ટ્રસ્ટ ના પ્રમુખ તેમજ પત્રકાર મનિષ એમ મહેતા અને પત્રકાર જગદીશભાઈ ઝાંખરા  સહિત  થયેલ કામગિરી અને નિરીક્ષણ કરવા મા અને કરેલ નિરીક્ષણ ના પંચરોજ કામ મા હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.