Abtak Media Google News

જામનગર રોડ પરના એટીએમની લાખોની ચોરીની ઘટનામાંથી બોધ પાઠ લેવાના બદલે એટીએમ બિનવારસી હાલતમાં

સિકયુરિટી ગાર્ડ વિહોણા એટીએમમાં રાતે પૈસા ઉપાડવા જવા માટે કુતરાથી સાવધાન રહેવું પડે

એટીએમ તોડતા તસ્કરોને પકડવા માટે માત્ર સીસીટીવી ફુટેજ પ્રયાપ્ત?

એટીએમ એ સારી સગવડ છે. અડધી રાતે પણ એટીએમમાંથી જરૂરી રકમ ઉપાડવાની સારી સગવડ છે. પરંતુ એટીએમમાં રહેલી લાખોની રકમ રામ ભરોસે હોય તેવું સામે આવ્યું છે. સિકયુરીટી વિહોણા એટીએમમાં તસ્કરોને હાથફેરો કરવો સરળ છે. એટીએમમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તસ્કરને ઝડપવા માટે સીસીટીવી ફુટેજ પ્રયાપ્ત નથી ત્યારે લાખોની રકમ જાહેર રસ્તા પર બીનવારસી જેવા એટીએમમાં પડી છે.

ઇમરજન્સી જરૂરીયાત સમયે અડધી રાતે એટીએમમાંથી નાણા ઉપડાવા સારી સગવડ છે. ત્યારે એટીએમ કેટલા સલામતિ તેવો સવાલ થઇ રહ્યો છે. લાખોની રકમ ભરેલા એટીએમ પર રાતે કોઇ સિકયુરીટીમેન જોવા મળતા નથી અને એટીએમમાં કુતરા આરામ ફરમાવતા હોવાથી એટીએમની સગવડનો ઉપયોગ કરવા જતી વ્યક્તિએ કુતરાથી સાવધાન રહેવું પડે છે.એટીએમમાંથી કાઢવામાં આવતી સ્લીપ ત્યાં જ ફેંકી દેવામાં આવતી હોવાથી એટીએમ સેન્ટર કચરાથી ભરાયેલું રહેતું હોવા છતાં સફાઇ ન થતાં ગંદા ઉકરડામાં એટીએમ રાખવામાં આવ્યું હોય તેવું જણાય રહ્યું છે.

એટીએમની સલામતિ માટે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે પરંતુ કેટલા ચાલુ છે તે પણ રામ જાણે જેવી સ્થિતી છે. તાજેતરમાં જ રાજકોટના જામનગર રોડ પરના નાગેશ્ર્વર ખાતે એક સાથે બે થી ત્રણ જેટલા એટીએમમાંથી લાખોની ચોરી થઇ હતી તેના સીસીટીવી ફુટેજ મળ્યા હતા. તેમ છતાં તસ્કરોને ઝડપવા પોલીસ માટે મુશ્કેલ બન્યું છે.

નાગેશ્ર્વર ખાતેના એટીએમ ખાતે ફોર વ્હીલમાં એક સાથે ચાર થી પાંચ જેટલા તસ્કરો આવી એટીએમ કટરની મદદથી કાપી લાખોની રકમની ચોરી કરી ફોર વ્હીલમાં જતા રહ્યાના ફુટેજ મળ્યા હતા પરંતુ આજ સુધી ફોર વ્હીલની કે એટીએમમાંથી માતબાર રકમ ઉપાડી જનાર તસ્કરની પોલીસને ભાળ મળી નથી આ ઘટનામાંથી બેન્ક અધિકારીઓ બોધ પાઠ લેવાના બદલે એટીએમ પર સિકયુરીટીમેન ન રાખી ગુનાહીત બેદરકારી દાખવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.