Abtak Media Google News

ડીસીપી ઝોન-૧ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરી માહિતી આપી:૨૦૦૦થી વધુ કેસનો આધુનિક ટેક્નિકથી નિકાલ

ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતમાં રાજકોટ પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે રાજકોટ ટ્રાફિક પોલોસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી.જેમાં અનેક કેસોની કામગીરી ઓનલાઈન જ કરવામાં આવી છે. જેના માટે આજ રોજ ડીસીપી ઝોન-૧ પ્રવિણ મિણા દ્વારા સિસ્ટમના ઉપયોગ વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેર પોલીસ નોંધાતા કેસના ઉકેલ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં કેસના ઉકેલ માટે ટેકનોલોજીનો અદ્યતન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીએમની હાજરીમાં જ રાજકોટ ટ્રાફિક પોલીસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. જેમાં પોલીસે આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી કેસનો ઉકેલ પેપરલેસ, કેસલેસઅને કોન્ટેકટલેસ કરવામાં આવી રહ્યા છે. શહેર પોલીસે અત્યાર સુધી ૨૦૦૦થી વધુ કેસમાં આ ટેક્નિક અપનાવીને ઉકેલ મેળવ્યો છે.

આ અંગે ડીસીપી ઝોન-૧ પ્રવિણ મિણાએ જણાવ્યું હતું કે દેશભરમાં સૌપ્રથમ વખત યુપીઆઈ ક્યુઆર કોડ બેઇઝડ એપ્લિકેશન રાજકોટ ટ્રાફિક પોલીસ એટલે કે આરટીપી શરૂ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી પોલીસે પેપરલેસ, કેસલેસ અને કોન્ટેકટલેસ ૨૦૦૦થી પણ વધુ કેસનો નિકાલ કર્યો છે. આ એપ્લિકેશન દ્વારા પોલીસ અને પ્રજા બંનેની સરળતામાં વધારો થયો છે. આ એપ્લિકેશન દ્વારા જે તે સ્થળ પરથી જ ચલણ ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ રાજકોટ ટ્રાફિક પોલીસ એપમાં પ્રજાને વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. જેથી પ્રજાજનો ઓનલાઈન અથવા ઇ-ચલણ દ્વારા પ્રોસેસ કરી શકશે તેવું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.