Abtak Media Google News

જમવાનુ બનાવા અને કપડા પહેરવા બાબતે મેણાટોણા મારતા જુનાગઢના પતી, સાસુ, સસરા, નણંદ અને નણદોયા સામે નોંધાતો ગુનો

રાજકોટમા રહેતી વધુ એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી પોલીસમાં ફરિયાદ નોધાવી છે.જેમાં રાજકોટમાં માવતરના ઘેર રહેતી અને મુળ જુનાગઢની પરીણીતા ને પતિ અવાર નવાર શંકાઓ કરી મારકુટ કરતો

તેમજ સાસરીયાઓ નાની નાની વાતોમાં ત્રાસ આપતા હોવાથી તેણીએ ફરીયાદ નોધાવતા મહીલા પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે.

વિગતો મુજબ રૈયારોડ પર જીવનનગર માં માવતરના ઘેર રહેતા વ્યોમાબેન ધવલભાઈ દવેએ તેમના પતિ ધવલ,સસરા મહેન્દ્રભાઈ ભીખુભાઈ દવે,સાસુ ચંદનબેન,નણંદ જલ્પા,નણદોયા વિમલ દિનકરભાઈ ભટ્ટનાઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યુ હતુ કે, એમ.બી.એ.નો અભ્યાસ બાદ તેના 2019 માં જુનાગઢ રહેતા ધવલ સાથે લગ્ન થયા હતા લગ્નના બીજા જ દિવસથી સાસુ સહીતના મેણાટોણા મારવાનુ શરૂ કર્યુ હતુ અને

લગ્નના ચાર દિવસ બાદ પતિએ ઝગડો કરી મારકુટ કરી હતી તેમજ જમતા જમતા સાસુ સહીતના ઓ કહેતા કે તારા બાપને ત્યા સારી રસોઈ બનાવતા શીખવાડયુ જ નથી અને સાસરીયામાં કેમ રહેવુ તે પણ નથી શીખવાડયુ તેમ કહી હેરાન કરતા પતિ એ કહેતો કે મારી ઓફીસમાં એક યુવતી મને બહુ ગમે છે અને મારૂ બહુ ધ્યાન રાખે છે જેથી મને ઘેર આવવુ ગમતુ નથી અને તે મને કહે છે કે છુટાછેડા આપી દયો તો હું તમારી સાથે લગ્ન કરી લવ જેથી હવે મને તારામાં જરાય રસ નથી ત્યાર બાદ પતિ રાત્રે બહાર જમીને મોડા આવતા હોય જે અંગે પુછતા તેઓ મારી સાથે ઝગડાઓ કરતા હતા. અને પતિ ,સસરા નણંદ સાસુ સહીતનાઓ કહેતા કે આ તો પિરાણુ લઈને આવી છે. જેથી પતિ – પત્નીને કયારેય . મેળ પડશે નહી અને ત્રાસ આપતા વધુ કહેતા કે તારો ખોરાક વધુ છે. તુ અમારા ઘરમાં આવી ત્યારથી અમારે કઈ બચત થતી નથી તુ અમને ભીખ મંગાવીશ આ ભીખારણ અમને ભટકાઈ ગઈ છે.

તેમજ તમારા પતિ-પત્નિની અંગત વાતો અમને કહેવાની તેમ કહી દબાણ કરતા અને પતિ સહીતના શંકાઓ કરતા હોવાનુ તેમજ સાસરીયાઓ તાંત્રીકવિધીમાં માનતા હોય તેને બોલાવી પતિની ગેરહાજરીમાં સાસુ સહીતે તેને બોલાવી અને આ કહે તેટલુ તારે કરવાનુ છે અને તેની સાથે રૂમમાં જવાનુ છે જે વાતની મે ના પાડતા મને કહેલ કે તને વળગાડ છે. અને તમારા લગ્ન જીવન સારૂ ચાલે તે માટે વિધી કરવાની છે તારે ધવલને પુછવાની જરૂર નથી તેમ કહી દબાણ કરી તાંત્રીક સાથે રૂમમાં મોકલતા અમોને બેભાન કરી દેતા પતિ આવી જતા તાંત્રીક ને સાસરીયાઓ ભગાડી દિધેલ અને બાદમાં મે પતિને વાત કરતા તેને મારા પર શંકાઓ કરી ઝગડો કર્યો હતો ત્યાર બાદ મને ડીલવરી કરવા મોકલી હતી અને પુત્રનો જન્મ થતા પતિએ મારા પર આક્ષેપ કર્યો હતો કે આ બાળક મારૂ નથી અને હું સ્વીકારવા તૈયાર નથી તને તેડી નથી જવી અને અમારે કોઈ વ્યાવહાર રાખવો નથી જેથી અંતે તેણીએ કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.