Abtak Media Google News

ટ્રાફિક પોલીસને એક શખ્સ ધોકા મારતો’તો:બે શખ્સો સામે ફરજની રૂકાવટનો નોંધાતો ગુનો,એકની ધરપકડ

રાજકોટમાં દિનદહાડે હવે પોલીસ પર પણ હુમલા થયાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વિરાણી ચોકમાં ટ્રાફિક પોલીસમેન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. સરાજાહેર પોલીસ પર ધોકા વડે હુમલો થયા બાદ પોલીસમેન દ્વારા પણ સ્વબચાવમાં પથ્થર વડે પાછળ દોડતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રેસકોર્સ પાસે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા લખનભાઈ રાજાભાઈ સુસરા (ઉ.વ.૩૪) એ ભક્તિનગર પોલીસ મથકમાં નાગજી નકુ બાવડા અને કરણ નામના શખ્સો સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે નાગજી બાવડાની ધરપકડ કરી છે જ્યારે ફરાર કરણ નામના શખ્સની શોધખોડ હાથધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ લખનભાઇ સુસરા ઢેબર રોડ પર વિરાણી ફાટક પાસે ફરજ પર હતા ત્યારે ત્યાંથી બાઈક પર પસાર થતાં નાગજી ગઢવી અને કરણ નામના બે શખ્સોને ટ્રાફિક નિયમ ભંગ કરતા હોય જેથી તેને રોકી કાર્યવાહી કરતા હતા. ટ્રાફિક પોલીસ અધિકારી લખનભાઇ સુસરાએ દંડ ભરવાનું કહેતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને ગાળો ભાંડી ધોકા વડે માર મારવા લાગ્યા હતા.

રાજકોટમાં દિનદહાડે પોલીસ કર્મચારી પર ધોકા વડે હુમલો થતા લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને આ મારામારીનો વિડિયો ઉતારવા લાગ્યા હતા જે ક્ષણભરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યા મુજબ બે શખ્સ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી તેમને ધોકા વડે પગમાં મારતા હતા. જ્યારે પોલીસ અધિકારીએ પણ સ્વબચાવમાં પથ્થર વડે સામેના શખ્સ પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં ઘવાયેલા ટ્રાફિક પોલીસ લખનભાઇ સુસરાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં નાગજી ગઢવી અને કરણ સામે ફરજની રૂકાવટનો ગુનો નોંધી નાગજી ગઢવીની ધરપકાર કરી છે જ્યારે ફરાર કરણ નામના શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.