Abtak Media Google News

 

રાપર સમાચાર

રાપરના ગાગોદર ખાતે ગણપતિ મોહત્સવમાં કન્યા કેણવણીને પ્રોત્સાહન મળે અને વધારેમાં વધારે દીકરીઓ ભણવા માટે આગળ આવે એવો વિચાર ગાગોદરના યુવા કાર્યકર અશ્વિન ભાઈ ઠકકરને આવતા તેમણે ઉપસરપંચ દેવા ભાઈને તેમજ દાતા શિવજી ભાઈ દ્વારા  કરાયો હતો .

આ કાર્યક્રમમાં  સૌ ગણપતિ મંડળના કાર્યકરોએ  સાથ સહકાર આપ્યો જેનાથી  સુંદર કાર્યક્રમ થયો  હતો .ધોરણ 10 ની 3 દીકરીઓ તેમજ. ધોરણ 12 ની 3 દીકરીઓનું સન્માન સમગ્ર ગામના દરેક સમાજના લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું .2Ad18B0A 91Dd 41B9 Aa01 651Ecfe5A491

દાતા શિવજી ભાઈ રામજીભાઈ શાહ પરિવાર તેમજ ગાગોદર ઉપ સરપંચ દેવા ભાઈ રાયમલ ભાઈ ભરવાડ તરફથી દીકરીઓને  ભેટ રકમરૂપી કવર આપીને સહયોગ આપ્યો હતો.શિવજી ભાઈ શાહનો ગામના દરેક ધાર્મિક શિક્ષણ તેમજ લોક ઉપયોગી સેવાકીય કાર્યોમાં હંમેશા ફાળો હોય છે.  દાનવીર દાતા તરીકે ગાગોદર માં ખુબ મોટુ નામ ધરાવે છે.

દીકરીઓનું સન્માન ગાગોદર સરપંચ સોનીબેન , સોમાભાઈ વાઘેલા તેમજ ઉપસરપંચ બાઉબેન દેવા ભરવાડ તેમજ હાઈસ્કૂલના આચાર્ય. કન્યા શાળાના બેન  તેમજ ગણપતિ મંડળના સભ્યો દ્વવારા કરવામાં આવ્યું હતું .સૌ ગ્રામજનો દીકરીઓને શુભકામનાઓ પાઠવી ગાગોદરના દાનવીર દાતા શેઠ શ્રી શિવજી ભાઈ રામજીભાઈ ભાઈ શાહ તરફથી તેમજ ગાગોદરના દેવાભાઈ રાયમલ ભાઈ ભરવાડ તરફથી દીકરીઓને ભેટ રકમ રૂપી કવર આપીને સન્માન કર્યું હતું.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિન ભાઈ ઠકકર દ્વારા કરવા આવ્યું હતુ.

 ગની કુંભાર

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.