Abtak Media Google News

કોન્સ્ટેબલના બાઇક સાથે રીવાબાની કાર અથડાતા મામલો છેક ગાંધીનગર સુધી પહોચ્યો: કોન્સ્ટેબલે વાળ પકડી ઝાપટ મારી દીધી.

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાની કાર કોન્સ્ટેબલ સાથે અથડાતા કોન્સ્ટેબલે સરા જાહેર રીવાબાના વાળ પકડી ઝાપટ મારી દીધાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. પોલીસમેને મહિલા પર કરેલા હુમલાની ઘટનાના છેક ગાંધીનગર સુધી પડઘા પડયા હતા અને ડીજી દ્વારા તાકીદની અસરથી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા આદેશ કરતા જિલ્લા પોલીસ વડાએ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યો છે.

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા બીએમડબલ્યુ કાર લઇને સાંજના સાતેક વાગે સ‚સેકશન રોડ પર જઇ રહ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ સંજય કરંગીયાના બાઇક સાથે કાર અથડાતા પોલીસમેન સંજય આહિરનો પીતો ગયો હતો. પોલીસની વર્દીને લાંછન લાગે તે રીતે ત્રાડકુયો હતો.

ટ્રાફિકથી ધમધમતા સરૂસેકશન રોડ પર કારમાં બેઠેલા રીવાબાના વાળ પકડી કારમાંથી બહાર કાઢી જાહેરમાં ઝાપટ મારી દીધી હતી. આ ઘટનાથી લોકોના ટોળે ટોળા એકઠાં થઇ ગયા હતા અને રીવાબાના પરિવારને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા.

અકસ્માતની ઘટનાની અને પોલીસમેન દ્વારા થયેલા હુમલાથી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયા હતા. રીવાબાનો પરિવાર જિલ્લા પોલીસ વડા પ્રદિપ સૈજુલને પોલીસમેનના કૃત્ય અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને ગાંધીનગર જાણ કરી હતી. રાજયના પોલીસ વડાએ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.

જિલ્લા પોલીસ વડા પ્રદિપ સૈજુલે કોન્સ્ટેબલ સંજય આહિર સામે મહિલા પર હુમલો કરવા અંગેનો ગુનો નોંધવા આદેશ કરી તાકીદની અસરથી સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.