Abtak Media Google News

લાલ તરબુચ રૂ.20 થી 25 જયારે  પીળા તરબુચનો રૂ.40 થી 50 કિલોનો ભાવ

લાલ તરબૂચ કરતા પીળા તરબૂચ ખૂબજ મીઠા હોય છે: વેપારી

જામનગરમાં ઉનાળાના પ્રારંભની સાથે બજારમાં તરબૂચનું જંગી આગમન અને વેચાણ થતું હોય છે. લોકો ઉનાળાની ગરમીમાં તરબૂચ ખાવું વધુ પસંદ કરતા હોય છે. આથી માંગ સારી જોવા મળતી હોય છે.

ત્યારે જામનગરમાં લાલ નહિ પરંતુ પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે. આ તરબૂતની મીઠાશ લાલ તરબૂચ કરતાં બે ગણા મીઠાશ વાળા હોય છે. જે ઓર્ગેનિક રીતે તૈયાર થતા હોવાનો દાવો કરવામાં આવે છે. ખાસ. વાત એ છે કે પ્રાચી-પાટણના ખેડૂતે થાઈલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા હતા. બાદમાં તેનું ઓર્ગેનિક રીતે વાવેતર અને માવજત કરી પાક ઉત્પાદ કર્યું હતું. બાદમાં હવે જામનગરના વેપારી ત્યાથી તરબૂચ મંગાવી પીળા તરબૂચનું વેચાણ કરે છે. જેની ખૂબ સારી માંગ જોવા મળી રહી છે.

Img 20240327 Wa0050

જામનગરના વેપારી મુન્નાભાઈએ પીળા કાલરના તરબૂચ મંગાવ્યા છે. તેઓએ થાઇલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા બાદ પોતે પ્રાચી-પાટણના ખેડૂતને માર્ગદર્શન આપી આ તરબૂચની ખેતી કરવી હતી. જેનું વાવેતર કરાવ્યા બાદ હાલ પ્રાચી પાટણથી તરબૂચ મંગાવી હવે તેઓ આ પીળા તરબૂચનું વેચાણ કરે છે. લાલ તરબૂચ કરતા પીળા તરબૂચ ખૂબ જ મીઠા હોય છે અને પીળા તરબૂચની કિંમત પણ લાલ તરબૂચ કરતાં ડબલ હોય છે.

Img 20240327 Wa0052

હાલ લાલ તરબૂચની કિંમત બજારમાં એક કિલોના 20 થી 25 રૂપિયા ચાલી રહી છે. જ્યારે પીળા તરબુચની કિંમત એક કિલો 40 થી 50 રૂપિયા ચાલી રહી છે. તેમજ વધુમાં તેમને જણાવ્યું હતું. જે કોઈ વ્યક્તિ એક વખત પીળું તરબુચ ચાખે બાદ લાલ તરબૂચ ખાવાનું ભૂલી જતા હોય છે. હવે આધુનિક ખેતીમાં પીળા કલરના તરબૂચ થવા લાગ્યા છે.

જેવી રીતે કેપ્સિકમ મરચામાં અવનવા કલર હોય એવી રીતે હવે પાઈનેપલ કલરના તરબૂચની ખેતી થવા લાગી છે.આ નવા પ્રયોગને આવકાર મળી રહ્યો છે અને એની માંગ ખુબજ મોટી નીકળી છે !

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.