Abtak Media Google News
કેન્દ્રીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમીટીની બેઠક મળી હતી. ગવર્નર શક્તિકાંત દાસે નવી મોનેટરી પોલીસની જાહેરાત કરી છે. જે મુજબ વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરી યથાવત રાખવામાં આવ્યો છે. રેપોરેટ 4 ટકા પર અને રિવર્સ રેપો દર 3.35 ટકા પર યથાવત્ રહેશે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આર્થિક સુધારા માટે નીતિગત દરમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે સતત છઠ્ઠી વખત રેપોરેટમાં કોઈ ફેરફાર કરાયો નથી.
રેપોરેટ એટલે કે જે દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વણિજ્યક બેંકોને લોન આપવામાં આવે છે. તે દર અને રિવર્સ રેપોરેટ એટલે રિઝર્વ બેંક બેંકો પાસેથી જે દરે ભંડોળ લે છે, તે દર આરબીઆઈએ છેલ્લે 22 મે, 2020ના રોજ તેના નીતિ દરમાં સુધારો કર્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કેન્દ્રીય બેંક આરબીઆઇએ નીતિ દરમાં 115 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે.

સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારોને વેરાની આવકના ઘટાડા માટે વળતર આપવા માટે, તે વર્ષ 2021-22 માટે રૂ. 1.58 લાખ કરોડ ઉછીના લેશે. પાછલા ત્રણ મહિનાની તુલનામાં જાન્યુઆરી-માર્ચમાં ભારતનો વાર્ષિક આર્થિક વિકાસ દર વધ્યો છે. અને આરબીઆઈના આ નિર્ણયથી બજારમાં તરલતા આવતા આર્થિક વૃદ્ધિદર વધશે.
આરબીઆઇએ એપ્રિલમાં યોજાયેલી ગત એમપીસી બેઠકમાં મુખ્ય વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. શક્તિકાંત દાસનું કહેવું છે કે અર્થવ્યવસ્થા માટે કેટલાક ફેક્ટરો આશાનું કિરણ છે. તેઓએ કહ્યું કે આ વર્ષે સામાન્ય ચોમાસાની આગાહી કરવામાં આવી છે જેનાથી ખેતી ક્ષેત્રની ક્ષમતા અને ગ્લોબલ રિકવરીને કારણે ઘરેલું આર્થિક ગતિવિધિઓમાં તેજી આવી શકે છે.

રસીકરણ અભિયાને પણ ગતિ મળશે

RBI ગવર્નલએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરને લઈ ઘણા બધા પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. પહેલી લહેર કરતા બીજી લહેરમાં આર્થિક ગતિવિધિઓમાં બહુ રુકાવટ નથી આવી. લોકો તેનો વ્યવસાય મહામારીમાં કેવી રીતે કરવો તે બાબતના તોર-તરિકા અપનાવી રહ્યા છે. આ સાથે જ આવતા મહિનાઓમાં રસીકરણ અભિયાનને વેગ મળશે, જેથી આર્થિક વિકાસમાં પણ તેજી જોવા મળશે.

ગવર્નલએ આગળ વાત કરતા જણાવ્યું છે કે, ‘કેન્દ્રીય બેંક 17 જૂનના રોજ 40 હાજર કરોડ રૂપિયાની સરકારી સિક્યોરિટીઝ ક્ષેત્રમાં ખરીદી કરશે, અને બીજા ક્વાર્ટરમાં 1.20 લાખ કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ ખરીદવામાં આવશે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.