Abtak Media Google News

જ્યારે સફળતાનનું સપનું ઉંઘવા ન દે અને કામ કર્યા પછી પણ થાક ન લાગે ત્યારે સમજવું કે સફળતા તમારાથી નજીક છે. ભાલા ફેંકમાં ભારતને ટોચના સ્થાને પહોંચાડનાર નિરજના ટિવટર એકાઉન્ટ ઉપર મુકાયેલો આ મેસેજ હાલમાં બહુ વાયરલ થયો છે. પાંચ વર્ષ પહેલા જ્યારે નિરજે આ મેસેજ મુક્યો ત્યારે તે વાંચનારને નિરજ માત્ર ફેંકું લાગ્યો હશે. પણ આજે તે ઇતિહાસનો ઘડનાર છે. આ  ફેંકુ  શબ્દ સાથે વિરોધિઓ જેમને જોડે છે તેવા નરેન્દ્ર મોદીએ મેઇક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને  હવે 400 અબજ ડોલરની નિકાસનું લક્ષ્યાંક સેવ્યું છે.

છેલ્લા થોડા સમયનાં ભારતીય નિકાસનાં આંકડા બોલે છે કે જો મન હશૈ તો માળવે જવાશૈ..! દેશનાં જી.ડી.પી માં નિકાસનો હિસ્સો 20 ટકા જેટલો છે. કોવિડ-19 ની મહામારીનાં સમયગાળામાંથી દેશ બહાર નીકળી રહ્યો છે ત્યારે જુલાઇ-21 માં ભારતની મર્ચન્ડાઇઝ નિકાસ 35.2 અબજ ડોલરની નવી ઉંચાઇએ પહોંચી છે. જુલાઇ-20માં આ નિકાસ 23.78 અબજ ડોલર હતી. જે એક વર્ષમાં 47.91 ટકા નો વધારો સુચવે છે. સરકારે જાહેર કરેલા આંકડા સુચવે છે કે કોવિડ-19 ની પ્રથમ લહેર બાદ ભારતની નિકાસ ઉ્તરોતર વધી રહી છે.

2021 ના વર્ષમાં ભારતની નિકાસ અત્યાર સુધીની સૌથી વધુ ઝડપે આગળ નીકળી રહી છે. માર્ચ-21 માં પણ ભારતની નિકાસ 34 અબજ ડોલર હતી. એકતરફ કોવિડ-1નાં કારણે વૈશ્વિક વેપાર ઠપ્પ થઇ રહ્યા છે ત્યારે ભારતે છેલ્લાં પાંચ મહિનાથી દર મહિને 30 અબજ ડોલરથી વધારેની નિકાસ કરી છે. ઋઢ-22 નાં પ્રથમ .ત્રિમાસિકમાં 95 અબજ ડોલરની વિક્રમી નિકાસ નોંધાઇ છે. ટોચની પાંચ નિકાસલક્ષી પ્રોડક્ટસમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસ-215 ટકા, જેમ્સ એન્ડ જ્વેલરી-130 ટકા, ખાદ્યાન્ન- 70 ટકા, સિન્થેટિક યાર્ન તથા ફેબ્રિક-58 ટકા તથા કોટન તથા કોટન યાર્ન અને ફેબ્રિકની નિકાસમાં 48 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

ભારતની નિકાસમાં સૌથી વધારે માલ 6.7 અબજ ડોલર અમેરિકા, યુ.એ.ઇ 2.4 અબજ ડોલર, બેલ્જિીયમ- 826 મિલીયન ડોલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત સરકારે ભારતીય પ્રાદેશિક સ્તરે મશહુર એવી કૄષિ પેદાશોને નિકાસની નવી દિશા આપવાનું અભિયાન છેડ્યું છે. સરકારી એજન્સી એપિડાને નાગાલેન્ડનાં મરચાંથી માંડીને કચ્છની કારેકની નિકાસનાં લક્ષ્યાંક આપવામાં આવ્યા છે. અને આવા ક્ધટેનર રવાના પણ થઇ રહ્યા છૈ. આ ઉપરાંત હવે જે તે દેશોમાં સ્થાયી થયેલા ભારતીય હાઇ કમિશન કે કોન્સ્યુલેટને માત્ર શોભા માટે રહેવાનું નથી, તેમને જે તે દેશમાં કઇ ભારતીય પ્રોડક્ટનું બજાર ઉભું થઇ શકે છે તેના પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને આવી પ્રોડક્ટનાં નિકાસકારો માટે ગ્રાઉન્ડ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવે છે.

ભારતની નિકાસ વધારવા માટે લોજિસ્ટીક કસ્ટ ઘટાડવા તથા એક્સપોર્ટના રિપીટ ઓર્ડર ન આવે તો ઇન્કવાયરી કરવા અને ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણેના ઓર્ડર તૈયાર કરવાનાં પણ પ્રયાસો થાય છે. આ ઉપરાંત ભારતની ચીન સાથેની વેપાર ખાધમાં પણ ઘટાડો થયો છે. 2018-19 માં ભારતની ચીન સાથેની વ્યવસાયિક ખાધ 53.57 અબજ ડોલરની હતી જે 2020-21 માં ઘટીને 44.02 અબજ ડોલરની રહી છે. ભારતની ચીનમાં નિકાસ વધી છૈ જ્યારે આયાત ઘટી છે. તેનો સીધો લાભ ફોરેક્ષ રિઝર્વને થયો છે. કદાચ આવા કારણોસર જ હવે દેશનાં ઉદ્યોગ જગતનાં દિગ્ગજો પણ હવે કહી રહ્યા છે કે જો મહેનત લેખે લાગે તો આ આંકડો સિધ્ધ કરી શકાય તેમ છે.

સરકારના આંકડા બોલે છે કે સાત વર્ષ પહેલા ભારત વર્ષે આઠ અબજ ડોલરનાં મોબાઇલ ફોનની આયાત કરતું હતું જેમાં મોટો હિસ્સો ચીનનો રહેતો હતો. આજે ભારત બે અબજ ડોલરનાં મોબાઇલ આયાત કરે છે. આજરીતે સાત વર્ષ પહેલા ભારતની મબાઇલ ફોનની નિકાસ 0.3 અબજ ડોલરની હતી જે આજે વધીને 3 અબજ ડોલરે પહોંચી છે. મતલબ કે હવે મોબાઇલનાં કારોબારમાં ભારત નેટ એક્સપોર્ટર બન્યું છે.

ચીનની જ વાત કરીઐ તો વ્યવસાયિક ખાધ ઘટવાની સાથે ભારતે ચીનમાં નિકાસ વધારી છે. 2019-20 માં ભારતની ચીનમાં નિકાસ 16.61 અબજ ડોલરની હતી જે 2020-21 માં 21.19 અબજ ડોલરે પહોંચી છે. સરકારે ઉપર જણાવેલા અક્સપોર્ટ સેક્ટર ઉપરાંત ફાર્મા, કેમિકલ, ડિફેન્સ, રેલ્વે, કોલસા,  સર્વિસ સેક્ટર તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ  વ્યવસાયની નવી તકો ઉભી કરવા પ્રયાસ શરૂ કર્યા છે. બસ આ કોશિશ જ ભારતને 400 અબજ ડોલરની નિકાસ નું સપનું સાકાર કરવાની દિશામાં લઇ જશે. જે ભારતને અવશ્ય પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં મદદરૂપ થશે. એ ત્યારે જ સૌને ફેંકનારે ફેંકેલા આંકડાનું મહત્વ સાબિત થશે. અને સાથે જ ભારતના ફોરેક્ષ રિઝર્વમાં વધારો કરશૈ.

ભારતનું સચોટ નિશાન: ફોરેક્ષ રિઝર્વ 620.57 અબજ ડોલરના વિક્રમી સ્તરે .!

વિતેલા સપ્તાહમાં ભારતનાં બે ભાલાં એવા નિશાન ઉપર લાગ્યા છે કે પડોશી, પાકિસ્તાન, ચીન તથા ક્રુડતેલના વેપાર કરનારા સૌના કાળજામાંથી લોહી પડ્યાં હશે..! એક ભાલો આપણા ઓલિમ્પિક મહારથી નિરજ ચોપરાઐ એવો ફેંક્યો કે ભારતનું નામ વિશ્વમાં ટોચના સ્થાને પહોંચી ગયું, આમ તો આ ખેલ છે જેને ખેલદિલીથી લેવો જોઇઐ. પણ પાકિસ્તાની ખેલાડીનું કાળજું કદાચ ભારતની સફળતા સહન ન કરી શક્યું અને તેણે નિરજને અભિનંદન પણ ન આપ્યા.

બીજો ભાલો ભારતના આયાત-નિકાસ ઉપરનાં કંટ્રોલના રૂપમાં એવો ફેંકાયો છે કે જેનાથી એક નિશાને સંખ્યાબંધ સફળતા હાંસલ થઇ છે. હા, આપણું વિદેશી હુંડિયામણનું ભંડોળ 620.57 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. જે એક જ સપ્તાહમાં 9.42 અબજ ડોલરનો ગૌરવવંતો સુધારો સુચવે છૈ. ક્રુડતેલની આયાત ઉપર કંટ્રોલ, ચાઇનીઝ માલનાં ભારતમાં ખડકલા ઉપર કાબુ તથા કૄષિ પેદાશોની નિકાસ પર લગાવાયેલા જોરના કારણે ભારતની વિદેશી હુંડિયામણ ઉપરની પક્કડ મજબુત બની રહી છે. યાદ રહે કે આપણું વિદેશી હુંડિયામણ 2016 માં 350 અબજ ડોલર હતું.

આ સાથે જ ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 760 મિલીયન ડોલર વધીને 37.644 અબજ ડોલરે પહોંચ્યું છે. આજ રીતે ઇન્ટરનેશનલ મોનટરી ફંડ (આઇ.એમ.એફ.)માં ભારતનાં એસ.ડી.આર એટલે કે સ્પેશ્યલ ડ્રોઇંગ રાઇટ્સ પણ 60 લાખ ડોલરના વધારા સાથે   1.552 અબજ ડોલરે પહોંચ્યા છે. આઇ.એમ.એફ. પાસે ભારતનું રિઝર્વ 650 લાખ ડોલર વધીને 5.156 અબજ ડોલરે પહોંચ્યું છે.

જુન-21 નાં આંકડા બોલે છે કે ભારતની ક્રુડતેલની આયાત મે-21 ની આયાતની સરખામણીઐ 7.8 ટકા જેટલી ઘટી છે. જે છેલ્લા આઠ મહિનાની માસિક આયાતમાં સૌથી ઓછી છે. ખાસ કરીને વાહનનાં બળતણમાં ઇથેનોલ બ્લેન્ડીંગની કવાયત તથા એપ્રિલ-21 થી જુન-21 ના સમયગાળામાં દેશનાં ઘણા ભાગોમાં લોકડાઉનનાં કારણે પેટ્રોલ-ડિઝલની ખપત ઘટવાનાં કારણે  આપણા રિફાયનરોઐ પ્રોસેસિંગ ઘટાડતા ક્રુડતેલની ખરીદી ઘટી હતી. સ્વાભાવિક રીતે ક્રુડતેલની આયાત ઘટતા ભારતના ફોરેક્ષ રિઝર્વની પણ બચત થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.