Abtak Media Google News

UPI દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકાશે

Rbi Proposes To Link Credit Cards With Upi Copy

નેશનલ ન્યૂઝ 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ જ કારણ છે કે દર મહિને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધી રહી છે.

RBI એ ઑફલાઇન વ્યવહારો માટે UPIમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની બેઠકની જાહેરાતમાં કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. તેમણે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની પણ જાહેરાત કરી હતી.

હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ ચૂકવણી કરી શકશે

RBIના નવા નિર્ણય બાદ હવે UPIની મદદથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ પેમેન્ટ કરી શકાશે. નવી પોલિસી અનુસાર હવે આ જગ્યાઓ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી UPI દ્વારા કરી શકાશે. આ નિર્ણયથી આ સંસ્થાઓમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન મળશે. હોસ્પિટલના બિલ અને સ્કૂલ-કોલેજની ફી ભરવામાં પડતી અસુવિધા ઓછી થશે.

લોન EMI પર કોઈ રાહત નથી

રિઝર્વ બેન્કે મોનેટરી પોલિસીમાં રેપો રેટ અને અન્ય પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ રીતે, લોન EMI પર કોઈ રાહત નહીં મળે. RBIની મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેથી બેંકોને સમાન દરે લોન મળતી રહેશે. આ સતત ચોથી વખત છે જ્યારે રિઝર્વ બેંકે તેના પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.