Abtak Media Google News

નાણાકીય નીતિની સાથે ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય પણ જાહેર કર્યો

Rbi

નેશનલ ન્યૂઝ

ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પાંચમી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે રેપો રેટ યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. આ પછી આરબીઆઈએ એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારા જીડીઆઈ આંકડા અને ફુગાવાના દરમાં નરમાઈને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે આરબીઆઈ ગવર્નરે કહ્યું કે તેમની નજર મોંઘવારી પર છે. આગામી દિવસોમાં વ્યાજદરમાં ફેરફાર થઈ શકે છે.

રેપોરેટની જો વાત કરવામાં આવે તો જેમ તમે તમારી જરૂરિયાતો માટે બેંકો પાસેથી લોન લો છો, તેવી જ રીતે જાહેર અને વ્યાપારી બેંકો પણ તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે રિઝર્વ બેંક પાસેથી લોન લે છે. જેમ તમે લોન પર વ્યાજ ચૂકવો છો તેમ બેંકોએ પણ વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે, ભારતીય રિઝર્વ બેંક જે વ્યાજ દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ નીચો એટલે બેંકોને સસ્તી લોન મળશે. જો બેંકોને સસ્તી લોન મળશે તો તેઓ તેમના ગ્રાહકોને પણ સસ્તી લોન આપશે. એટલે કે રેપો રેટ ઘટશે તો તેનો સીધો ફાયદો સામાન્ય લોકોને મળશે. જો રેપો રેટ વધશે તો સામાન્ય માણસની મુશ્કેલીઓ પણ વધી જશે.

રેપો રેટ બેન્ચમાર્ક જેવો છે. હોમ લોન અને ઈએમઆઈ પણ રેપો રેટ સાથે જોડાયેલા છે.જેમ જેમ રેપો રેટ વધે છે તેમ કોમર્શિયલ બેંકોના વ્યાજ દરો વધે છે. રેપો રેટમાં વધારાથી હોમ લોનની EMI વધે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.