Abtak Media Google News
  • આજથી ત્રણ દિવસ ઠંડા તેજ પવન ફૂંકાવાની આગાહી: આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે

Gujarat News

આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ઠંડી પડવાની આગાહી કરી છે. આજથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. આજથી પવનની ઝડપ 20થી 30 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે પટકાયો છે. જોકે, એક વાતની રાહત છે કે, હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. પરંતું રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાના કેસ વધ્યા છે. હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે.

હાલ સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે. આજથી ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે. ગુજરાતના અનેક શહોરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. તેમજ વાતાવરણમાં સુસવાટાભર્યાં ઠંડા પવનો પણ શરુ થયા છે. જેથી લોકોને હવે ફરીથી સ્વેટર અને મોજા પહેરીને ફરવુ પડશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે. આગાહી મુજબ, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 13 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે. આગામી 19થી 22 ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે.

  • અમદાવાદ       14.4
  • અમરેલી          15.2
  • બરોડા             16.2
  • ભાવનગર         17.0
  • ભુજ                 13.6
  • ડીસા                11.4
  • દીવ                  18.3
  • ગાંધીનગર         12.4
  • નલિયા              9.3
  • પોરબંદર           15.0
  • રાજકોટ             13.3
  • સુરેન્દ્રનગર         14.6
  • વેરાવળ              18.8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.