Abtak Media Google News

ટેકાના ભાવે ખરીદી પૂર્વે જ ખેડૂતો ઉમટયાં યાર્ડ ચણાથી ઉભરાતા આવક બંધ કરાઇ

રાજકોટ બેડી યાર્ડમાં આજે રેકોર્ડ બ્રેક 27000 કિવન્ટલ ચણાની આવક થવા પામી છે. સીઝનની સૌ પ્રથમ વખત અધધધ આવક થઇ છે. આજથી રાજયભરમાં સરકાર  દ્વારા પણ ચણાની ટેકાના ભાવે ખરીદીના શ્રીગણેશ થયાં છે ત્યારે ટેકાના ભાવે ખરીદી પૂર્વે જ વહેલીસવારથી રાજકોટ બેડી યાર્ડમાં ખેડુતો ઉમટી પડયાં હતા.

Advertisement

યાર્ડ ચણાથી છલોછલ થતાં સતાધીશો દ્વારા આવક પર પ્રતિબંધ મુકી દેવાયો છે. ચાલુ વર્ષે ચણાના પુષ્કળ વાવેતરને પગલે મબલખ ઉતારો આવ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ખેડુતોને ભાવો પણ સારા મળી રહ્યાં છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ યાર્ડમાં આજરોજ સીઝનની રેકોર્ડ બ્રેક 27000 કિવન્ટલ ચણાની આવક થતાં યાર્ડ ચણાથી છલકાય ગયું છે. પુષ્કળ આવકને પગલે હાલ આવક બંધ કરાઇ છે. માલના નિકાલ બાદ ફરી જાહેરાત કરી ચણાની આવક શરુ કરાશે હાલ ઓપન માર્કેટમાં ખેડુતોને ચણાના રૂ. 850 થી 925 સુધીના ભાવો મળી રહ્યા છે જયારે સરકાર દ્વારા ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલ રૂ. 51000 નકકી કરાયો છે. ટેકાના ભાવ ઉંચો હોવા છતાં ખેડુતો ઓપન માર્કેટમાં ચણા વેચવાનું પસંદ કરી રહયા છે. કારણ કે ખેડુતો માટે ઓનલાઇન પ્રોસીજર ઝંઝટવાળી રહેતા તેમજ નાણા જલ્દી છુટા ન થતા ખેડુતો માર્કેટીગ યાર્ડમાં ચણા ઠાલવી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડમાં ચણાની સાથો સાથ ધાણા, જીરૂ, ઘંઉ વગેરે જણસીની ભરપુર આવક થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.