Abtak Media Google News

આજે પણ દેશમાં બળાત્કાર, જાતીય સતામણી, દહેજ, બાળલગ્ન, સ્ત્રીભ્રુણ હત્યા, ઘરેલું હિંસા, દેહ વ્યાપાર જેવી વિવિધ ઘટનાઓ બને છે; આજની ભારતીય મહિલાઓનું સરેરાશ આયુષ્ય અન્ય દેશોની સરખામણીએ ઓછું છે. 

ગ્રામિણ ક્ષેત્રોની ઘણી મહિલાઓ-છોકરીઓ પોષણ ભેદભાવનો ભોગ બનતા તેનામાં લોહીનું ઓછું પ્રમાણ સાથે કુપોષણનો ભોગ બને છે. આ બધી સમસ્યાઓ વચ્ચે પણ છેલ્લા બે દશકામાં મહિલાઓના ઉત્થાન અને વિકાસ બાબતે સારી પ્રગતિ જોવા મળી. 

દુનિયાભરમાં આજે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ ઉજવાય છે. આ દિવસ મહિલાઓના અધિકારોની લડત માટેનું કેન્દ્ર બિંદુ છે. આજે સમગ્ર વિશ્વમાં મહિલા વિકાસના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશિષ્ટ સિઘ્ધી હાંસલ કરનારનું બહુમાન પણ કરાય છે. આ દિવસનું મહત્વ તેના સંદર્ભેનો જાગરૂકતા દિવસ છે. મહિલા અને બાલિકાને પડતી મુશ્કેલી પરત્વે સમગ દુનિયાનું ઘ્યાન કેન્દ્રીત કરવાનો દિવસ છે. વિશ્વમાં ર8 ફેબ્રુઆરી 1909 ના રોજ અમેરિકામાં પ્રથમવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાદમાં 1લી માર્ચ પછી 8 માર્ચે આ દિવસ ઉજવાય છે. અમુક દેશોમાં તા. 1 થી 8મી માર્ચે આ દિવસ ઉજવણી કરાય છે.

આજે પણ વિશ્વમાં મહિલાઓના અધિકારોનું હનન થતું જોવા મળે છે. તો તેના વિકાસ કાર્યોના માર્ગને નજર અંદાજ કરાય છે. આજે પણ ર1મી સદીમાં મહિલાઓ ઉપર હિંસા અને અત્યાચારો થતા જોવા મળે છે. જે દુ:ખદ છે. આજના દિવસ સાથે વરસના બધા દિવસોમાં મહિલાઓના અધિકારીનું રક્ષણ કરવાનું સૌની ફરજ છે. આજે ઉજવણીનો હેતુ તેમના પ્રત્યે સન્માન, પ્રશંસા અને તેના પ્રત્યે પ્રેમ-હુંફ, લાગણી, વ્યકત કરવાનો દિવસ છે. આજે મહિલાઓ આર્થિક રીતે પગભર થઇને પુરૂષ સમોવડી બની છે. તો સમાજના વિવિધ ક્ષેત્રો સાથે કોર્પોરેટ ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર છે. ઘરેલું મહિલાઓને પડતી મુશ્કેલી પણ એટલી જ ગંભીર જોવા મળે છે. મહિલા શકિતને સમાજની મુખ્ય ધારામાં લાવવાની જરુર છે. આજે

આજના દિવસે મહિલા ઉત્કર્ષ સાથે તેના સંર્વાગી વિકાસ બાબતે સૌએ કટિબઘ્ધ થવાની જરૂર છે. સમાજમાં દબાયેલી કચડાયેલી અને પીડિત મહિલાઓના ઉત્થાન અને વિમુકિત કરણની વૈશ્વિક  યોજનાઓ બનાવવી પડશે. સમાજ દેશ કે વિશ્વનો સાચો વિકાસ જ મહિલાઓનો વિકાસ છે. છેલ્લા દોઢ કે બે દાયકાઓથી આ દિવસની ઉજવણી ની અસરો જોવા મળી છે. પણ આપણ હજી મહિલા સશકિત કરણ બાબતે ઘણું કરવાની જરુર છે. આજે મહિલાઓમાં જોવા મળતી આઝાદી, શિક્ષણ, વિકાસ પહેલા જોવા જ ન મળતું હતું. શિક્ષિત મહિલાઓ હોય તો પરિવારને શિક્ષિત કરી શકે છે. આજની સદી નોલેજની સદી છે જેથી ક્ધયા કેળવણીમા 100 ટકા સિઘ્ધી હાંસલ કરવું જ પડશે. આજની મહિલાઓ એ સમયની સાથે  પોતાની ઓળખ ઉભી કરી છે. આજે તે પુરૂષ સમોવડી બની ગઇ છે. ગમે તે કાર્ય ક્ષેત્ર હોય જેમાં બધે જ તેનું મહત્વનું યોગદાન રહ્યું છે.

આપણો દેશ પુરૂષ પ્રધાન છે પણ આજની મહિલાઓ એ તે માન્યતા તોડી છે. ચોમેર દિશાએ તેના વિકાસ થકી આજની મહિલાઓ આગળ વધી છે તો સમાજમાં આજે પણ તેના પ્રત્યે ભેદભાવ રખાય છે. આપણાં પરિવારમાં છોકરાને મહત્વ વધુ મળે છે. જેને કારણે દેશની વસ્તીમાં સ્ત્રી-પુરૂષમાં જન્મ દરમાં અસમાનતા જોવા મળે છે જે એક ગંભીર બાબત છે. વિશ્વ છેલ્લા 100 વર્ષથી કાર્યરત છે. પણ હજી આજે આપણને ધારી સફળતા મળી નથી. સામાજીક સ્થિતિમાં બદલાવ લાવવા મહિલાઓ એકબીજાને સહકાર આપે તે જરૂરી છે.

દર વર્ષે ઇન્ટર નેશનલ વુમન્સ ડે ઉજવણીની વૈશ્ર્વિક થીમ આપવામાં આવે છે જેના નેજા હેઠળ સમગ્ર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમમાં ‘મહિલા નેતૃત્વ કોવિડ-19 ની દુનિયામાં એક સમાન ભવિષ્યમાં પ્રાપ્ત કરવાની’ વાત કરવામાં  આવી છે. આજનો દિવસે મહિલાઓની લિડરશીપ કે આગેવાની તળે વિવિધ આયોજન પ્રોજેકટ કરીને તેની શકિત- આવડતને ખિલવવાની છે. પ્રવર્તમાન કોરોના મહામારીમાંથી આપણે ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. ત્યારે ભવિષ્યના ઉજળા આયોજનમાં મહિલાઓના નેતૃત્વની જરુર છે. એક માતા સૌ શિક્ષકની ગરજ સારે છે. આપણે ભૂલવું ના જોઇએ.

સરકાર દ્વારા મહિલા ઉત્કર્ષની વિવિધ યોજનાઓ અમલમાં છે. જેનો લાભ લઇને મહિલા વિકાસ કરી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ તે બાબતે સુંદર યોજના ઘડે છે. પણ છેવાડાની મહિલાઓ સુધી તેનો લાભ મળતો નથી જે એટલી જ સત્ય વાત છે. આજે દેશમાં બળાત્કાર, જાતિય સતામણી, એસિડ એટેક, ધરેલું હિંસાઓ જેવી વિવિધ બનતી જોવા મળે છે. ત્યારે મહિલા દિવસે આજે તેને નિભયર્તા જ આપીએ એ જ આજનો સંકલ્પ હોય શકે છે.

‘માઁ’ પણ એક મહિલા છે જે પોતાના પરિવારને માટે પોતાનું જીવન  ખર્ચી નાંખે છે. આપણું સ્વર્ગ જ મહિલા છે. મહિલાનું મન એક ગ્રંથ જેવું હોય છે. લખાણ વગરનો ગ્રંથ જે આપણે જોઇએ વાંચી શકતા નથી પણ મહેસુસ કરી શકીએ છીએ. આજે મહિલા દિવસ છે બાકીના 364 દિવસમાંથી ભાગ્યે જ કોઇ દિવસ એવો હોય કે જે મહિલા વગરનો હોય છે. આપણે તો ડગલને પગલે કે કોઇપણ ક્ષેત્રમાં મહિલા વગર ચાલતું જ નથી. દુનિયાનું ઘડતર તેના વગર શકય જ નથી. નારી શકિત આપણાં દેશમાં સદૈવ વંદનિય રહી છે, એટલે જ ‘નારીતું નારાયણી’ શબ્દ બોલાય છે. આજના દિવસે વિશ્વની તમામ નારીઓને તેના યોગદાન બદલ એક સલામ છે.

પરમાત્મા પછીની પૂજનિય વ્યકિત હોય તો એ માંઁ છે જે મૌતના ખોળામાં જઇને નવી જિંદગીને જન્મ આપે છે. મહિલા સશકિતકરણમાં આઘ્યાત્મિક, રાજકીય, સામાજીક અને આર્થિક રીતે મહિલાને સશકત કરવાની વાત છે. તેમનામાં રહેલી વિવિધ ક્ષમતાઓ પ્રોત્સાહિત કરીને તેનો વિકાસ કરવાનો છે. આજે તો શિક્ષણ, રાજકારણ, મીડિયા, કલા અને સંસ્કૃતિ સેવાનો ક્ષેત્રો, વિજ્ઞાન, ટેકનોલોજી જેવા તમામ ક્ષેત્રોમાં તેનું સ્થાન મોખરા નું છે. ભારતમાં બંધારણમાં પણ કલમ 14 – 1પ (1)), 16, 39 (ડ), 1પ (3), 42 અને પ1 (અ) (ઇ)માં તેના સમાનતાના હકકની ખાતરી આપે છે. પણ આજે સમાજમાં બાળ લગ્નો સ્ત્રીભૃણ હત્યા, ઘરેલું હિંસા, બળાત્કાર વિગેરે જેવી ઘટના રોજ-બરોજ બની રહી છે. જે એટલું જ નગ્ન સત્ય છે.

આપણાઁ દેશમાં 1ર36 ની સાલમાં પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાના થયા તો 1857માં રાણી લક્ષ્મીબાઇ પ્રથમ યુઘ્ધ લડનાર મહિલા હતી. પ્રાચિન સમયમાં પુરૂષોની સમકક્ષથી લઇને મઘ્યકાલિન યુગ ઘણા પરિવર્તનો જોવા  મળ્યા તો અનેક સુધારા વાદીઓ દ્વારા મહિલાઓના સમાન હકક ને પ્રોત્સાહન આપ્યું, ભારતમાં મહિલાઓની સ્થિતિનો ઇતિહાસ ઘણા મહત્વપૂર્ણ બનાવોથી ભરેલો છે. આધુનિક ભારતમાં મહિલાઓએ ઘણા ઉચ્ચપદોને શોભાવ્યા છે. દેશની મહિલાઓએ સમયના વિકાસના પરિવર્તન પગલે પોતાના પહેરવેશમાં પણ બદલાવ કર્યો છે. આજે પણ જાતીય સતામણી, દહેજ, બાળલગ્ન, સ્ત્રીભૃણ હત્યા, ધરેલું હિંસા, દેહ વ્યાપાર જેવા વિવિધ બનાવો બનતા જોવા મળે છે. આજની ભારતીય મહિલાઓનું સરેરાશ આયુષ્ય અન્ય દેશોની સરખામણીએ ઓછું છે. ઘણી મહિલાઓ છોકરીઓ પોષણ ભેદભાવનો ભોગ બને છે. તેથી લોહીનું ઓછું પ્રમાણ અને કુપોષણનો શિકાર બને છે. માતૃત્વ સમયે થતાં મૃત્યુમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.

મહિલા દિન નિમિતે વિશ્વના કોઇપણ ખૂણે વસતા ભારતીયો માટે સ્લોગ્ન સ્પર્ધા

આજેવિશ્વ મહિલા દિવસે શહેર-રાજય અને દેશમાં વિવિધ આયોજન યોજાય છે.  નવદુર્ગા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા દિન નિમિતે વિશ્વના કોઇપણ ખુણે વસતા ગુજરાતી માટે સ્ત્રીઓ અને સમાજ તથા સ્ત્રીઓમાં રહેલી અનન્ય અને અમાય શકિતઓ જેવા વિષયોની સ્લોગન સ્પર્ધા યોજાય છે. જેમાં 13 વર્ષથી મોટી ઉમરની કોઇપણ વ્યકિત વિનામૂલ્યે ભાગ લઇ શકશે. સ્લોગન-સૂત્ર ગુજરાત, હિન્દી કે સંસ્કૃતમાં તદ્દન મૌલિક અને 1ર શબ્દોથી વધુ ન હોય તેવું માન્ય ગણાશે. પ્રથમ ત્રણ વિજેતાને આકર્ષક ઇનામો અપાશે 1પ માર્ચ સુધીમાં વોટસએપ નંબર 6354585562 ઉપર મેસેજ કરીને એન્ટ્રી નોંધાવી દેવા આયોજકે જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.