કહેવાય છે કે આકાશની કોઈ સીમા નથી, ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રે તે વિધાન સાચું ઠર્યું છે. અદાણી ગ્રુપ સંચાલિત દેશના સાત એરપોર્ટ પર મુસાફરોના આવાગમનમાં વિક્રમી વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડોમેસ્ટિક ટ્રાફિકમાં 92% અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં 133% નો વધારો જોવા મળ્યો છે. એટલુ જ નહી, સ્થાનિક ફ્લાઇટ્સની સંખ્યામાં 58% અને આંતરરાષ્ટ્રીયમાં 61% વધારો થયો છે. કોવીડ-19 બાદ એરલાઇન ઉદ્યોગે આટલી મજબૂત વૃદ્ધિની અપેક્ષા ક્યારેય નહોતી કરી. પરંતુ વધારેલા રૂટ અને નવીનતમ સુવિધાઓના પગલે તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે.

14.25 મિલિયન મુસાફરોના સંચાલન સાથે એર ટ્રાફિકમાં  100%નો ઉછાળો

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (અઅઇંક) ની સખત અને સમર્પિત મહેનતના પરિણામે એરપોર્ટ પર ગ્રાહક સંતોષનું સ્તર ઊંચું ગયું છે અને વધુમાં વધુ લોકો હવાઈયાત્રા કરતા થયા છે. ગયા વર્ષની સરખામણીમાં એર ટ્રાફિક લગભગ 100% જેટલો ઉછળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં એરપોર્ટનો ઉપયોગ કરતા 14.25 મિલિયનથી વધુ મુસાફરો સાથે આ સંખ્યાને કોવીડ પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. હજુ પણ આ સ્તર યથાવત રહેવાની ધારણા છે. મુસાફરોની અવરજવરમાં વિક્રમી વૃદ્ધિનું એક કારણ કોવીડ રોગચાળા બાદ પ્રવાસનનો પુન:પ્રારંભ પણ છે. ચાલુ વર્ષે પ્રથમ બે મહિનામાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (જટઙઈં) એરપોર્ટ પર પણ ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમાં 1.74 મિલિયન સ્થાનિક મુસાફરોએ ઉડાન ભરી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 283,379 મુસાફરો નોંધાયા હતા.

ટ્રાફિકમાં સતત થઈ રહેલી વૃદ્ધિ એ ઈ-ગેટ્સ, બારકોડ સ્કેનર, મૈત્રીપૂર્ણ અને સહકારી ગ્રાઉન્ડ સ્ટાફ, પ્રણામ સેવા, ફ્રી વાઈફાઈ, રિટેલ અને એફએન્ડબી સ્ટોર્સ અને ઓટોમેટેડ પાર્કિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ દ્વારા મુસાફરોને પ્રોત્સાહન આપવાના અદાણી એરપોર્ટના પ્રયાસોનો પુરાવો છે. ગ્રાહકોનો બહેતર અનુભવ અને તમામ એરપોર્ટ પર અપનાવવામાં આવેલા સલામતી ધોરણોને અનુસરવામાં આવે છે.

આ વધારો હવાઈ પ્રવાસ પ્રત્યેની હકારાત્મકતા અને તહેવારોમાં રજાઓની મોસમને કારણે મજબૂત ઉછાળાને કારણે થયો હતો. ઓપરેટર પડકારો અને તકો બંનેથી સારી રીતે વાકેફ છે જે મુસાફરોની મોટી સંખ્યા અને રજાના મોસમ દરમિયાન ફ્લાઇટના શેડ્યૂલના પ્રમાણે બદલાઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.