Abtak Media Google News

Rajkot Team India 5 સુર્યકુમારના ઝંઝાવાત સામે શ્રીલંકા ઘૂંટણિયે: ભારતે શ્રીલંકા સામે 25મી દ્વિપક્ષીય સિરીઝ જીતી: મેન ઓફ ધ મેચ સૂર્યા અને મેન ઓફ ધ સિરીઝ અક્ષર પટેલ

શ્રીલંકા સામેની ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં રમાયેલી મેચમાં તેમણે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારતીય ટીમની જીતનો હીરો સૂર્યકુમાર યાદવ હતો જેણે સદી ફટકારી હતી. હવે બંને ટીમો વનડે શ્રેણીમાં ભાગ લેશે.

પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રીલંકાને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 9 છગ્ગા અને સાત ચોગ્ગા સામેલ હતા. ત્યારે શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં 137 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારે ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી છે.

રાજકોટની ધરતી પર રમાયેલી કરો યા મરો જેવી કટોકટીવાળી અંતિમ ટી20માં ભારતના સૂર્યકુમાર યાદવે સૌથી વિસ્ફોટક સદી ફટકારીને શ્રીલંકાના બોલર્સની જબરી ધોલાઈ કરી હતી. સૂર્યકુમારની વિસ્ફોટક સદીને કારણે ભારતે શ્રીલંકાને 229 જેવો મોટો સ્કોર આપીને તેમની જીત મુશ્કેલ બનાવી મૂકી હતી. સૂર્યકુમારે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. ટી-20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમાર યાદવની આ ત્રીજી સદી છે. સૂર્યકુમાર યાદવે 51 બોલની પોતાની ઈનિંગમાં 112 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 9 છગ્ગા આવ્યા હતા. સૂર્યાની તોફાની ઈનિંગ સાથે ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમારની આ ત્રીજી સદી છે.

Rajkot Team India 1

આ શાનદાર જીત બાદ ટીમ હોટેલ સયાજી પહોંચી જ્યાં ખેલાડીઓનું ગરબા સાથે અદ્ભૂત ધોરણે સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે યાદવ હોટલ પહોંચ્યા ત્યારે જ ફટાકડા ફોડવામાં આવ્યાં અને સાથે જ  કેક કટિંગ કરી ઊજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ એક ફેનને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણથી વધુ સદી ફટકારનાર બીજા ભારતીય

સૂર્યકુમાર યાદવે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજા ભારતીય બની ગયા છે. એક ભારતીય તરીકે રોહિત શર્માના નામે T20માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે. રોહિત શર્માએ વર્ષ 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન સૂર્યકુમારે ટી20માં 46 બોલમાં સદી ફટકારનાર કેએલ રાહુલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

શ્રીલંકા સામે બીજી સૌથી મોટી જીત

ભારતે શ્રીલંકાને 91 રને હરાવ્યું હતું. શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની આ બીજી સૌથી મોટી જીત છે. આપણે અગાઉ 20 ડિસેમ્બર 2017ના રોજ શ્રીલંકા સામે 93 રનથી મેચ જીતી હતી. ભારતની એકંદરે સૌથી મોટી જીત આયર્લેન્ડ સામે આવી હતી. ટીમે આયર્લેન્ડને જૂન 2018માં 143 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને સૌથી મોટા અંતરથી હરાવ્યું છે. ઓક્ટોબર 2019માં કાંગારૂઓએ તેમને 134 રનથી હરાવ્યું હતું.

Rajkot Team India 3

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં સતત ત્રીજી સિરીઝ જીતી

આ જીત સાથે ભારતે સતત 7મી T20 ઈન્ટરનેશનલ સિરીઝ જીતી લીધી છે. જૂન 2022માં ભારતે છેલ્લે સાઉથ આફ્રિકા સામે 2-2થી T20 સિરીઝ ડ્રો કરી હતી. અગાઉ 2017-18 અને 2019-21 દરમિયાન ભારતે સતત 6 T20 સિરીઝ જીતી હતી. આ રેકોર્ડમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટીમ 2 સિરીઝ જીતી હતી.

Rajkot Team India 2

સૂર્યાના 1500 T20 ઈન્ટરનેશનલ રન પૂરા

સૂર્યકુમાર યાદવે 112 રનની શાનદાર ઇનિંગ સાથે ટી20 ઈન્ટરનેશનલ કરિયરમાં 1500 રન પૂરા કર્યા હતા. તેણે 843 બોલમાં આટલા રન બનાવ્યા જે સૌથી ઝડપી છે. તેણે 45મી મેચની 43મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો છે. ભારત માટે T20માં માત્ર કેએલ રાહુલ અને વિરાટ કોહલી જ તેના કરતાં વધુ ઝડપી 1500 રન બનાવી શક્યા હતા. વિરાટ અને રાહુલે 39-39 ઇનિંગ્સમાં 1500 રન બનાવ્યા હતા. ICCની ટી20 રેન્કિંગમાં નંબર-1 પર રહેલા સૂર્યકુમારે ભારત માટે 45 મેચમાં 1578 રન બનાવ્યા છે.

ફિલ્ડ અને બોલરોના હિસાબે રમવું પણ જરૂરી છે: સુર્યકુમાર

સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે, તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ કઈ છે, તો તેણે કહ્યું કે એક પસંદ કરવી ખૂબ મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે સૂર્યાની T20 કરિયરની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી છે. જ્યારે કોચ દ્રવિડે તેને તેના શોટ્સની રેન્જ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, આ ફોર્મેટમાં તમે પહેલેથી જ શોટ્સ વિચારીને રાખ્યા હોય છે. પરંતુ ફિલ્ડ અને બોલરોના હિસાબે રમવું પણ જરૂરી છે. તેણે કહ્યું કે, હું મેદાન અને બોલરને જોઈને મારા શોટ્સ પસંદ કરું છું. મને મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગ કરવી ગમે છે. હું એ તકનો આનંદ માણું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.