Abtak Media Google News

ઓસ્ટ્રેલીયા ટીમે ર004-05 માં ભારત સામે ટેસ્ટ સીરીઝ જીતી હતી: ત્યારબાદ ભારતે ઓસ્ટ્રેલીયા સામે ઘર આંગણે એક જ મેચમાં પરાજય મેળવ્યો છે.

ઓસ્ટ્રેલીયાના સુકાની પૈટ કમીંસ ભારત સામે રમાનારી ટેસ્ટ સીરીઝ માટે તૈયારી આરંભી દીધી છે. આવતા મહિને રમાનારી ટેસ્ટ સીરીઝ માટે સ્પીનર નાથન લિયોન સિવાય એશ્ટન એગર અને હેંડ બોલીંગની કમાન સંભાળશે. ઓસ્ટ્રેલીયાએ દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ સીરીઝમાં 2-0 થી હરાવ્યું છે. આ તકે કપ્તાન કમીંસે જણાવ્યું હતું ક, બોર્ડર ગવાસ્કર ટ્રોફીની તૈયારી અત્યારથી જ શરુ કરી દીધી છે.

કમીંસે મેચ પુરો થયા બાદ જણાવ્યું હતું કે, ભારત સામેની ટેસ્ટ શ્રેણી મોટી સીરીઝ છે. તેની સામે અમે સર્વક્ષેષ્ઠ ટીમ ઉતારવા માંગીએ છીએ. ભારત સામે રમાનારી સીરીઝને ઘ્યાને રાખીને અગરને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું. જો કે તેણે રપર ઓવરમાં પ8 જ રન આપ્યા અને એક પણ વિકેટ મેળવે શકયો નહી. એગર ડાબોડી સ્પીન બોલર છે. અને એ ભારત પ્રવાસે ચોકકસ આવશે. ભારતના મેદાનો પીચ થોડી અલગ છે અને આવી પીચ પર અગર જેવા બોલર ખુબ જ સફળ સાબિત થશે.

તેઓએ વધુમાં જણાવ્ય હતું કે, ટ્રેવીસ વિવિધતા વાળો બોલર છે. તે અમારી ટીમ માટે અલગ સાબિત થશે. હું તેના પ્રદર્શનથી પ્રભાવિત છું અને ખુશ છું.  અને ટીમનો હિસ્સો હશે જ આંગણીમાં ફ્રેકચરના કારણે સીડની ટેસ્ટમાં બહાર રહેલા હરફનમૌલા કેમરન ગ્રીન ભારત સામેની ટેસ્ટ સીરીઝ પૂર્વે ફીટ થઇ જશે. ગ્રીન છ નંબર પર બેટીંગ કરે છે તેના કારણે ટીમમાં ત્રણ ફાસ્ટ બોલર ઉતારવાની તક મળી શકે છે. ભારત સામે રમાનારી સીરીઝ ખુબ જ અગત્યની છે. તેના માટેની તમામ તૈયારીઓ અમે આરંભી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.